સફરજનની આડમાં લવાતો 1 કરોડ રૂપિયાનો ચરસનો જથ્થો ઇન્ડિગોની ફ્લાઇટમાંથી પકડાયો

ચરસના જથ્થા સાથે બેની ધરપકડ કરાઇ
By: Monika Vyas   PUBLISHED: Mon, 13 Nov 2017 17:31:04 +0530 | UPDATED: Wed, 15 Nov 2017 22:29:51 +0530


 

અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન્સમાંથી 10 કિલો સફરજનના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી લેવામાં આવી છે.રાજ્યના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શ્રીનગરથી આવી રહેલ ફારૂક અહેમદ કુરેશી નામની વ્યક્તિની 1 કરોડ રૂપિયાની કિંમતના ચરસના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.ફારૂક કુરેશી શ્રીનગરથી સફરજનના થેલામાં ચરસ સંતાડીને લાવી રહ્યો હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો.

એનસીબીએ ફારૂક જેને આ ચરસ સપ્લાય કરવાનો હતો તે શકીલ અહેમદ કુરેશીને પણ પકડી પાડ્યો છે.મુળ મુંબઇનો પણ અમદાવાદ રહેતો શકીલ કુરેશી ફારૂક પાસેથી આ ચરસ લઇને રાજ્યમાં જુદી જુદી  જગ્યાએ સપ્લાય કરવાનો હતો.

એનસીબીના સુત્રોના કહેવા પ્રમાણે  ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 639માં 10 કિલો ચરસનો જથ્થો લઈને ફારૂક અહેમદ કુરેશી અમદાવાદ આવ્યો હતો. આ જથ્થાને શકીલ અહેમદ કુરેશી રસીવ કરવાનો હતો.જો કે નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ બંનેને પકડ લીધા હતા.

મુળ મુંબઇનો શકીલ અહેમદ અમદાવાદમાં રહે છે અને તે ચરસના આ જથ્થાને રાજ્યમાં સપ્લાય કરવાનો હતો.

ફારૂક છેલ્લા ઘણા સમયથી ચરસના વેપાર સાથે સંકળાયેલો છે જ્યારે શકીલ અહેમદ કુરેશી પણ છેલ્લાં ઘણાં સમયથી નશાયુક્ત ચીજોના ધંધા સાથે સંકળાયેલો છે.શકીલ એમડી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

જ્યારે ફારૂક પણ આ અગાઉ પણ મુંબઈમાં ત્રણ થી ચાર વખત ફ્લાઇટ મારફતે શ્રીનગર થઈને મુંબઈમાં ચરસ અને એમ ડી ડ્રગ્ઝ લાવી ચુક્યો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.