દેશમાં પહેલીવાર 100 રૂપિયાનો સિક્કો બહાર પડાશે

તામિલનાડુના પુર્વ સીએમ એમજીઆરની જન્મશતાબ્દીની ઉજવણી રૂપે 100નો કોઇન બહાર પડાશે
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 11:29:00 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:32:29 +0530


નવી દિલ્હી

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિવિધ નવી ચલણી નોટો જાહેર કર્યા બાદ હવે ૧૦૦ રૂપિયાનો સિક્કો બહાર પાડવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. નાણાં મંત્રાલય ૧૦૦ અને ૫ રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવા માટે નોટિફિકેશન જાહેર કરી ચુક્યું છે.

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રની જન્મ શતાબ્દીને ધ્યાનમાં રાખી આ સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર એમજી રામચંદ્રનની આકૃતિ હશે અને તેની વચ્ચે ડો.એમજી રામચંદ્રન બર્થ સેન્ચ્યુરી  લખેલુ હશે. સિક્કાની ડાબી બાજુ લીપીમાં ભારત લખેલું હશે,જ્યારે જમણી બાજુ ઇન્ડિયા લખેલું હશે.સિક્કાના અલગ-અલગ ભાગો વચ્ચે અશોક સ્તંભની આકૃતિ હશે, જેની નીચે સત્મય મેવ જયતે લખ્યુ હશે.

આ ૧૦૦ રૂપિયાના સિક્કાનુ વજન ૩૫ ગ્રામ હશે, જ્યારે ૫ રૂપિયાના સિક્કાનુ વજન ૬ ગ્રામ હશે. ૧૦૦ રૂપિયાના સિક્કામાં ૫૦ ટકા ચાંદી વપરાશે. જ્યારે ૪૦ ટકા કોપર, ૫ ટકા નિકેલ અને ૫ ટકા જિંકનો ઉપયોગ થશે. જ્યારે ૫ રૂપિયાના સિક્કામાં ૭૫ ટકા કોપર, ૨૦ ટકા જિંક અને ૫ ટકા નિકેલનુ મિશ્રણ હશે. અત્યારે ૧, , , ૧૦ રૂપિયાના સિક્કા ચલણમાં છે.  તાજેતરમાં જ આરબીઆઈએ ૨૦૦ના દરની નવી નોટ બહાર પાડી હતી. આ ઉપરાંત આરબીઆઈ ૫૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડી ચુક્યુ છે.

મહત્વનુ છે કે, એમજી રામચંદ્રન ૧૯૭૭થી ૮૭ વચ્ચે ત્રણ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા. રાજકારણમાં આવ્યા તે પહેલા તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રહ્યા હતા. ૧૭ જાન્યુઆરી ૧૯૧૭ના રોજ શ્રીલંકાના કેન્ડીમાં જન્મેલ રામચંદ્રને ૧૯૭૨માં એઆઈએડીએમકેની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૮૮માં તેમણે મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.