અમદાવાદીઓને મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ પધરાવતા બુટલેગરો પકડાયા

મોંઘી વિદેશી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચતા હતા શખ્સો
By: Monika Vyas   PUBLISHED: Wed, 10 Jan 2018 17:08:58 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 13:24:26 +0530

અમદાવાદ

રાજ્યની રૂપાણી સરકાર ભલે દારૂબંધીના કાયદાની દુહાઇ ગાતી હોય પરંતું સચ્ચાઇ એ છે કે રાજ્યમાં હજુ પણ દારૂની હેરાફેરી ચાલુ રહી છે.જોવાની વાત તો એ છે કે દારૂ વેચનારા બુટલેગર હવે મોંઘી વિદેશી બ્રાન્ડના નકલી દારૂ પણ બનાવતા થયા છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાંથી નકલી વિદેશી દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરની વાડજ પોલીસે બે વ્યક્તિઓને નકલી દારૂ બનાવીને વેચતા પકડ્યાં છે.આ બંને વ્યક્તિઓ વેટ 69, પાસપોર્ટ, 100 પાઇપર્સ, બ્લેક એન્ડ વ્હાઇટ જેવી મોંઘી વિદેશી બ્રાન્ડના ડુપ્લીકેટ દારૂ વેચતા હતા.

પોલિસે અસલી વિદેશી દારુ,નકલી વિદેશી દારુ,મોબાઈલ ફોન અને એક્ટીવા મળી આશરે અઢી લાખ રુપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલિસે શંકર મારવાડી અને બળવંત રાજપુત નામની વ્યક્તિઓની ધરપકડ કરી છે.

શંકર ભુરાલાલ તૈલી અને બળવંત કેશરસિંહ રાજપુત વાડજ વિસ્તારના આનંદનગર પાસેના એક છાપરામાં નકલી વિદેશી દારુ બનાવતા હતા.બંને બુટલેગર અસલી વિદેશી દારુની બોટલમાં સસ્તો દારૂ, પાણી અને એસેન્સ -કેમીકલ્સ ભેળવતા હતા.આ બોટલને તેઓ અમદાવાદમાં 2000થી લઇને 4000 સુધી વેચીને મોટો નફો કમાતા હતા.

પોલિસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે શંકર તૈલી અમદાવાદ શહેરના માલેતુજારોને દારૂ વેચતો હતો અને તેણે અનેક ધનાઢ્ય લોકોને નકલી મોંઘો વિદેશી દારૂ ઉંચા દામે પધરાવ્યો હતો.

પોલિસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.