સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌથી મોટા બોગસ માર્કશીટ કાંડ મામલે આજે થશે મોટો ખુલાસો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજોમાં 43 વિદ્યાર્થીઓને બોગસ ડીગ્રી અપાઇ
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 12:44:28 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:55:57 +0530


રાજકોટ

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોગસ ડીગ્રી અંગે સૌથી મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. સમગ્ર કૌભાંડ ૫ કરોડથી પણ વધુનું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ કૌભાંડ યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓ સાથે મળીને આચર્યુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

એવું સામે આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કેટલાંક વિદ્યાર્થીઓને બોગસ ડીગ્રી આપી દેવામાં આવી હતી.ચોંકાવનારી વાત એ છે કે આમાના કેટલાંક વિદ્યાર્થીઓ બોગસ માર્કશીટ આપીને પ્રવેશ મેળવ્યો હતો અને તેમને ડીગ્રી પણ આપી દેવામાં આવી છે.

આ કૌભાંડની તપાસ કરી રહેલ કમિટીના કો-ઓર્ડ઼િનેટર ડો.નેહલ શુક્લનું કહેવું છે કે બોગસ માર્કશીટ અને બીજા નકલી ડોક્યુમેન્ટના આધારે હોમિયોપેથી ડિપાર્ટમેન્ટના ડીન ડોક્ટર અમિતાભ જોશીએ વિદ્યાર્થીઓને 3.50 થી લઇને 7 લાખ રૂપિયા સુધી લઇને એડમીશન આપ્યા હતા.

 આ સ્કેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીનીયર સેકન્ડરી એક્ઝામમાં જે સ્ટુડન્ટ્સ એડમીશન લઇ શક્યા નહોતા તેમની પહેલા વર્ષની બોગસ માર્કશીટ બનાવીને એડમીશન આપવામાં આવ્યા હતા.પહેલા વર્ષની જે બોગસ માર્કશીટો બની હતી તે બીજી યુનિવર્સિટીમાંથી બનાવવામાં આવી હતી. 

 

વર્ષ 2012 થી 2017 સુધીમાં કુલ 56 વિદ્યાર્થીઓએ સેન્ટર કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના 5 ટકા એડમિશન મેળવવાના નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ હોમિયોપેથી કોલેજોમાં એડમિશન લીધા હતા.જેમાંથી 43 વિદ્યાર્થીએ એફવાયની એટલે કે પ્રથમ વર્ષની બોગસ માર્કશીટના આધારે એસવાયમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું, જ્યારે 13 વિદ્યાર્થીઓએ ગુજરાત બહારના રાજ્યની કોલેજમાં હોમિયોપેથીનું પ્રથમ વર્ષ પાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું.

 

સમગ્ર મામલે હોમિયોપેથી ફેકલ્ટીના ડીન સામે પણ આંગળી ઉઠી રહી છે આ ઉપરાંત ૪૩ વિદ્યાર્થીઓ અને ૩ આચાર્યો સામે આક્ષેપ થયો છે. આ તમામે મળીને વિદ્યાર્થીઓને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાનો આક્ષેપ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન બીએચ ડાંગર કોલેજ, બી જી ગરૈયા હોમિયોપેથી કોલેજ અને અમરેલીની હોમિયોપેથી કોલેજના પ્રિન્સિપલ્સની  પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવણી સામે આવી રહી છે.

43 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટના આધારે હોમિયોપેથીના બીજા વર્ષમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો, બોગસ માર્કશીટ કોણે બનાવી, કોણે આપી, કેટલી આર્થિક લેવડ-દેવડ થઇ સહિતના મુદ્દા બહાર લાવવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી. આ કમિટીના ચેરમેન નેહલ શુક્લ સહિતની ટીમે તપાસ કરતા અનેકવિધ ચોંકાવનારી હકીકત બહાર આવી છે.200 પાનાની આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે.

આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા જ પોલિસ ફરિયાદ પણ થવાની તૈયારી થઇ છે.

વર્ષોથી રાજકોટ યુનિવર્સિટીમાં ડમી ડિગ્રીઓ બનાવવામાં આવતી હોવાના આક્ષેપ થતા હતા.જાકે, સત્તાવાર રીતે કૌભાંડ સામે આવ્યુ હોય તેવી આ પ્રથમ ઘટના છે. હોમિયોપેથી કોલેજ અને યુનિવર્સિટીના હોમિયોપેથિક વિભાગની મિલીભગતથી વિદ્યાર્થીઓને અભ્યાસ વિના જ ડમી ડિગ્રી આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. અત્યારે  આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કૌભાંડના તાર ઉચ્ચ સ્તર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે આ કૌભાંડ સામે આવવાના કારણે શિક્ષણ જગત પર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પર સવાલ ઉઠવા લાગ્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.