અમદાવાદમાંથી પકડાયું કોલ સેન્ટર,અમેરિકાના નાગરિકો પાસેથી પડાવવામાં આવતા ડોલર

પોલિસે કોલ સેન્ટર ચલાવતા બે નાગરિકોની કરી ધરપકડ
By: Monika Vyas   PUBLISHED: Sat, 12 Jan 2019 15:20:12 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 15:32:00 +0530


અમદાવાદ

અમદાવાદમાં ફરી એકવાર કોલ સેન્ટર પકડાયું છે.શહેરના પાનકોર નાકા વિસ્તારમાં વિદેશમાં કોલ કરીને ત્યાના નાગરિકો પાસેથી પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું છે.કોલ સેન્ટર ચલાવતા સંચાલકો અમેરિકા ફોન કરીને તેમના નાગરિકોને લોનની ફાઇલ ચાર્જના નામે ડોલર ઉઘરાવતા હતા.

 

શહેરની  કારંજ પોલીસે કોલસેન્ટરમાં રેડ પાડી બે આરોપીની ધરપકડ કરી સાથે ત્રણ મોબાઈલ ફોન, લેપટોપ અને વિદેશ કોલ કરવા માટેનું ખાસ સોફ્ટવેર મેજીક જેક કબજે કર્યા હતા.

 

કાંરજ પોલીસને બાતમી મળી હતી કે શહેરના પાનકોર નાકા પાસે આવેલી મનીષ ફાર્મા કેર નામની દુકાનના ધાબા પર બે વ્યક્તિ કોલસેન્ટર ચલાવે છે.પોલિસે આ ધાબા પર સર્ચ કર્યું ત્યારે બે વ્યક્તિઓ આ બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે.પોલિસે કારંજ જાન સાહેબની ગલીમાં રહેતા શહેજાદ પઠાણ અને અમદાવાદની કારંજની રાજધાની હોટલમાં રહેતાં અને મુળ વલસાડના પુરષોતમ સિંગની ધરપકડ કરી હતી.

 

આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી પેડે પ્રોસેસ સ્ક્રીપટના આધારે વિદેશમાં ફોન કરી જુદા જુદા ફાઇલ ચાર્જના નામે ડોલર ઉઘરાવતા હતા. નાગરિકો ડોલર ગૂગલ પ્લેમાં ડોલર જમા કરાવતા.પોલિસે કરેલી ફરિયા પ્રમાણે કોલ સેન્ટર ચલાવતા સંચાલકો અમેરિકન નાગરિકોને લોન માટે લાલચ આપીને તેની વેરીફિકીશેન ફી અને લોન એગ્રીમેન્ટ ફીના નામે ડોલર ઉઘરાવતા હતા.

કોલ સેન્ટર શહેઝાદ અને પુરષોત્તમ સિંહ આઇફોનનો ઉપયોગ કરીને ચલાવતા હતા.પોલિસે એક લેપટોપ પણ જપ્ત કર્યું છે જેમાં બેંકના મેનેજરોના બોગસ ઓળખપત્રો અને દસ્તાવેજો સિવાય અમેરિકાના નાગરિકોનો ડેટા પણ મળી આવ્યો હતો.

 

આરોપીઓએ તેમાં જણાવેલ આંકડા પ્રમાણે પેમેન્ટની પ્રોસેસ કરાવતા હતાં. તેમજ મનીગ્રામ મારફતે પણ પૈસા મેળવી લેતાં હતા. બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ કોલસેન્ટર ચલાવતા હતા. લીડ અને પેમેન્ટ પ્રોસેસ કોણ કરી આપતું હતું તે બાબતે આરોપીઓએ કોઈ માહિતી ન પૂરી પાડતા પોલીસ રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરશે.


Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.