ભાજપના યુવા મોરચાનો આ કાર્યકર યુવતીને મોડી રાતે કરતો હતો મેસેજ,પરિણામ શું આવ્યું,વાંચો

યુવતીને મોડી રાતે આવા મેસેજ કરવા ભાજપના કાર્યકરને ભારે પડ્યું
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 13:27:45 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 13:27:45 +0530


 વડોદરા

વડોદરાની એક યુવતિએ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના સેક્રેટરી ઉજ્જવલ ગજ્જર સામે સોશિયલ મીડિયા પર હેરાન કરવાનો આક્ષેપ કર્યો છે. આ યુવતિએ ઉજ્જવલ ગજ્જરે સોશિયલ મીડિયા પર તેને કરેલ મેસેજ વાયરલ કરતા આ વિવાદ સર્જાયો છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, ઉજ્જવલ ગજ્જર તે યુવતિને વારંવાર મેસેજ કરીને હેરાન કરતો હતો.  યુવતિએ કરેલ આક્ષેપ મુજબ તે ઉજ્જવલ મોડી રાત્રે  મેસેજ કરતો હતો. જેથી તે પરેશાન થઈ ગઈ હતી.

અગાઉ મીડીયા સાથે સંકળાયેલી યુવતિએ ઉજ્જવલ ગજ્જરે મોકલેલ મેસેજના સ્ક્રિન શોટ્‌સ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. સાથે જ યુવતિએ લખ્યુ છે કે, આ ઉજ્જવલ ગજ્જર ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરને રાત્રે હાય, હેલો અને હાઉ આર યુ કરવાનો બહુ શોખ છે. સવાલ કરો તો સ્માર્ટ બને છે. મારી આપ તમામને વિનંતી છે કે આ ભાઈને પર્સનલ મેસેજ કરીને હાઈ, હેલો, હાઉ આર યુ કરો. જાકે યુવતિએ આ મામલે ઉજ્જવલ ગજ્જરને રાત્રે શા માટે હેરાન કરે છે તેમ કહેતા ઉજ્જવલે માફી માગી તેનુ એકાઉન્ટ બ્લોક કરી દીધુ હતું. જાકે ત્યારબાદ યુવતિએ ઉજ્જવલ ગજ્જરે કરેલા મેસેજાના સ્ક્રિન શોટ્‌સ સોશિયલ મીડિયા પર મુકી વાયરલ કર્યા છે.  જેને લઈને વિવાદ સર્જાયો છે.  આ મુદ્દે પ્રદેશ ભાજપ યુવા મોરચા તરફથી હજી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.