કોંગ્રેસ જ નહીં ભાજપમાં પણ પરિવારવાદની મોટી ફોજ,દરેક પક્ષની દુખતી નસ છે વંશવાદ

દેશની બધી પાર્ટી પરિવારવાદના સંકજામાં ફસાયેલી છે
By: Monika Vyas   PUBLISHED: Tue, 05 Dec 2017 14:09:49 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 17:02:11 +0530


અમદાવાદ

રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ પદે તાજપોશી નક્કી છે. કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીના હાથમાં આવતા જ ફરી એકવાર વંશવાદને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. પરંતુ સત્ય એ છે કે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ડાબેરીઓને છોડીને ભારતમાં એક પણ એવી પાર્ટી નથી જે વંશવાદથી મુક્ત હોય. દેશની તમામ પાર્ટીઓ આ વંશવાદના રોગથી પીડીત છે અનેક રાજકીય નેતાઓ તેની ઝપેટમાં આવી ચુક્યા છે.

જોકે દેશમાં જ્યારે જ્યારે વંશવાદનું વાવાઝોડુ ઉભુ થાય છે ત્યારે  હંમેશા તીર ગાંધી પરિવાર પર જ તકાતું હોય છે. રાહુલ એ નહેરુ ગાંધી પરિવારની પાંચમી પેઢી છે જે કોંગ્રેસનુ કમાન સંભાળી રહી છે.કોંગ્રેસમાં કેપ્ટનશીપ લેવામાં  આ પહેલા મોતીલાલ નહેરુજવાહરલાલ નહેરુઇન્દિરા ગાંધીરાજીવ ગાંધી લીધી હતી અને હવે રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.  જ્યારે રાહુલ ગાંધી પરિવારના એવા છઠ્ઠા  સભ્ય છે જે કોંગ્રેસની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. આ ઉપરાંત રાહુલની માતા સોનિયા ગાંધી પણ સાંસદ છેતો તેમના કાકી મેનકા ગાંધી અને પિતરાઈ ભાઈ વરુણ ગાંધી પણ સાંસદ છે. 

ભાજપમાં પણ પરિવારવાદની મોટી ફોજ છે. વિજયરાજ સિંધીયાની પુત્રી વસુંધરા અત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવે છે.ભાજપના પુર્વ મંત્રી યશવંતસિંહાના પુત્ર જયંત સિંહા હાલ મોદી સરકારમાં મંત્રી છે.ગુજરાતમાં હાલ ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભાજપના સીનીયર નેતાઓનો પુરિવારવાદ સામે આવી રહ્યો છે.ભાજપના પંચમહાલના સાસંદ પ્રભાતસિહ ચૌહાણે તેમની પત્નિ માટે ટીકીટ માંગીને બળવાના એંધાણ આપ્યા હતા.ભાજપની બીજા સીનીયર નેતા લીલાધર વાઘેલાએ પણ તેમના પુત્ર માટે ટીકીટ માંગી હતી અને જો તે ન મળે તો પક્ષ છોડવાની પણ ધમકી આપી હતી.ભાજપના પોરંબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા પણ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.ભાજપ સરકારમાં મંત્રી રહી ચુકેલા પુરષોત્તમ સોલંકીના ભાઇ હીરા સોલંકી પણ ભાજપના ધારાસભ્ય છે.એવી જ રીત અમદાવાદની ખાડિયા સીટ પરથી સતત ચૂંટાતા રહેલા સ્વ.અશોક ભટ્ટના દીકરા ભુષણ ભટ્ટ પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડે છે.ગુજરાત વિધાનસભામાં ભાજપની અનેક સીટો એવી છે જેમાં પરિવારના સભ્યો ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

આમ જોવા જઇએ તો દેશના લાખો લોકો એવું માને છે કે રાજકારણમાં ગાંધી પરિવારનો વંશ જ સૌથી મોટો છે,જે અર્ધસત્ય છે.દેશમાં વંશવાદથી ઘેરાયેલો સૌથી મોટો પરિવાર યુપીના મુલાયમસિંહ યાદવનો છે. મુલાયમસિંહ યાદવના પરિવારમાંથી લગભગ બે ડઝન લોકો રાજકારણમાં સક્રિય છે. આ પરિવારે સાંસદ સભ્યથી લઈને પંચાયત સુધી કબજા કરેલો છે. સપાના વર્તમાન પાંચેય સાંસદો મુલાયમ પરિવારના છે. જ્યારે તેમના પુત્ર અખિલેશ યાદવ મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને અત્યારે પાર્ટીના અધ્યક્ષ છે.

યુપીની વાત કરીએ તો પરિવારવાદ પર હંમેશા નિશાન સાધતા માયાવતી પણ તેનાથી દૂર નથી. તેમણે પોતાની પાર્ટીમાં નંબર-૨નો દરજ્જા પોતાના જ ભાઈ આનંદકુમારને આપેલો છે. જ્યારે તેમનો ભત્રીજા આકાશ પણ પાર્ટીમાં મહત્વના પદ પર છે. આ જ રીતે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની પાર્ટી આરએલડી પર પણ અત્યારે તેમના પુત્ર અજિતસિંહનો જ કબજા છે. અજિતસિંહે પોતાની વિરાસતને આગળ વધારતા પોતાના પુત્ર જયંત ચૌધરીને પણ  પાર્ટીમાં મહત્વની ભૂમિકા આપી છે.

 બિહારમાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર સૌથી મોટો રાજકીય પરિવાર છે. લાલુની પાર્ટીમાંથી રાબડી દેવી મુખ્યમંત્રી બની ચુક્યા છે. તેમની પુત્રી રાજ્યસભાની સાંસદ છે અને લાલુના બન્ને પુત્રો તેજપ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ મહાગઠબંધન સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. આજ રીતે રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીમાં પણ પાસવાનનો પુત્ર ચિરાગ અત્યારે સાંસદ છે. તો દ.ભારતમાં ડીએમકે પાર્ટીના કરુણાનિધીના પરિવારનો પાર્ટી પર કબજા છે. અત્યારે પાર્ટીની કમાન કરુણાનિધીના પુત્ર સ્ટાલિન પાસે છે. કાશ્મીરમાં બન્ને મુખ્ય પાર્ટીઓ વંશવાદથી પીડિત છે. નેશનલ કોન્ફરન્સની કમાન અબ્દુલ્લા પરિવારની ત્રીજી પેઢી ઓમર અબ્દુલ્લા પાસે છેજ્યારે પીડીપીમાં મુફ્તિ સઈદ બાદ તેમની પુત્રી મહેબુબાએ કમાન સંભાળી છે.  તો પંજાબમાં બાદલ પરિવારમહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર પણ વંશવાદથી દૂર નથી.  

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.