અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ ,પોલીસે 1 કરોડ રૂપિયાનો દંડ સ્થળ પર જ ફટકાર્યો

અમદાવાદમાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ ચાલુ રાખી હતી
By: Monika Vyas   PUBLISHED: Fri, 10 Aug 2018 08:58:41 +0530 | UPDATED: Mon, 13 Aug 2018 19:51:06 +0530

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ અમદાવાદમાં પોલીસે ટ્રાફિક અને પાર્કિંગ મામલે શહેરીજનો સામે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે.પોલીસે જાહેર રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરનારા અને ટ્રાફિકના નિયમોને ઘોળીને પી જનારા સામે દંડાત્મક કાર્યવાહીની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

રસ્તા પર ગમેતેમ વાહનો પાર્ક કાર્ટ લોકો પાસેથી સ્થળ પરથી જ 1 કરોડ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે નો પાર્કિંગ અને જાહેરનામાનો ભંગ વગેરે કેસો કર્યા હતા. જેમાં સ્થળ પર દંડ વસુલી અને ટોઈંગ કરેલા વાહનોને મળીને કુલ રૃ. ૧,૬૫,૩૬,૮૬૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. 

સૌથી વધુ દંડ સ્થળ પર વસુલમાં આવ્યો હતો. જેમાં ફોર વ્હીલરને રુપિયા ૧૦૦ નો દંડ તથા આ વાહનને ટોઈંગ કરીને લઈ જવાયતો બીજા ૫૦૦ રૂપિયા મળીને ૬૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ટુ વ્હીલરને રૃ. ૧૦૦ દંડ અને ટોઈંગના ૨૫૦ મળી રૃ. ૩૫૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.

પોલીસે કુલ 418 વાહનો જપ્ત કર્યા હતા અને 23,126 વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.