Wednesday,19 September 2018,08:48:54

રાજકોટ:નગ્ન વીડીયો બતાવી 9 વર્ષની બાળકી સાથે ‘કાકા’એ દુષ્કર્મ - સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચર્યુ

રાજકોટમાં બાળકી સાથે નરાધમે ત્રણ વાર રેપ કર્યો
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 13:04:45 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:56:04 +0530

રાજકોટ

દેશમાં જ્યારે નાની બાળકીઓ પર દુષ્કર્મ કરવાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં પણ એક નરાધમે હેવાનિયતની હદ વટાવી છે.રાજકોટના રૈયા ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતાં વિકૃતે ૯ વર્ષની બાળાને હવસનો શિકાર બનાવી છે.આ નીચ કક્ષાના વિકૃતે માસુમ બાળકીને 15 દિવસ સુધી પોતાના ઘરમાં નગ્ન વીડીયો બતાવીને ત્રણ વખત રેપ કર્યો હતો અને એક વાર તો સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.

રાજકોટની  યુનિવર્સિટે બાળકી પર રેપ કરનાર આરોપી 24 વર્ષના કમલેશ ઉર્ફે મુરલી કાળુભાઇ ભરવાડ વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૭૭, ૩૫૪, ૩૫૪ (એ) તથા પોસ્કોની કલમ ૬, ૧૦ મુજબ ગુનો નોંધ્યો છે.પોલિસે આરોપી કમલેશ ઉર્ફ મુરલીની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરી છે.

આ જધન કૃત્ય સામે બાળકીની માતાએ પોલિસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવું છું. મેં પ્રથમ લગ્નથી છુટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતાં. તેના થકી એક દિકરી જન્મી હતી જે નવ વર્ષની છે. હાલમાં પતિ હયાત નથી. મારી દિકરી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. રવિવારે સાંજે પાંચેક વાગ્યે દિકરી ગુમસુમ જોવા મળતાં તેની સાથે કંઇક થયાની શંકા ઉપજતાં ઠપકો આપીને અને સમજાવીને પુછતાછ કરતાં તેણીએ રડતાં-રડતાં વાત કરી હતી કે મુરલી કાકાના ઘરે પોતે ટીવી જોવા ગઇ ત્યારે તેણે રૂમમાં લઇ જઇ મોબાઇલ ફોનમાં ખરાબ વિડીયો બતાવી બાદમાં બળજબરી કરી હતી. પોતે પ્રતિકાર કરતાં તેણે મોઢા પર હાથથી મુંગો દીધો હતો અને ગાલ પર ચુમીઓ ભરવા માંડ્યો હતો.  તેણીએ રાડારાડ કરતાં છોડી દીધી હતી. મેં મારી દિકરીને વધુ પુછતાછ કરતાં અને અગાઉ કયારેય આવુ થયું છે? તેમ પુછતાં તેણીએ પંદરેક દિવસમાં ત્રણેક વખત આ રીતે મુરલી કાકાએ જબરદસ્તી કરી હોવાનું અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યાનું જાણવા મળતાં મુરલીને ઠપકો આપતાં તે ભાગી ગયો હતો. મારી દિકરીના ભોળપણનો લાભ લઇ તેણે આવુ કર્યુ હોઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હવસખોર કમલેશ ઉર્ફ મુરલી ભરવાડ તેના ભાઇ અને પિતા સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે. પંદર દિવસમાં બાળકી સાથે ત્રણેક દુષકર્મ કરનાર વખત કરનાર કમલેશે બાળકીને એવી ધમકી આપી હતી કે જો કોઇને વાત કરીશ તો તારી સાથે વધુ વખત આવું કરીશ. આથી ગભરાયેલી બાળાએ માતાને વાત કરી નહોતી. ગઇકાલે તે ખુબ ગભરાઇ ગઇ હોઇ માતાએ પુછતાછ કરતાં કમલેશના કરતૂતોનો ભાંડો ફુટ્યો હતો. બાળકી જેને 'મુરલીકાકા' કહેતી તેણે જ 'કાળોકામો' કર્યો ભોગ બનનાર બાળકી હવસખોરને મુરલી કાકા કહીને બોલાવતી હતી. ગઇકાલે માતાને શંકા ઉપજતાં દિકરીને ડારો દઇ પુછતાછ કરતાં તેણીએ મુરલીકાકાએ ન કરવાનું કર્યાની માહિતી વર્ણવતા માતા ચોંકી ઉઠી હતી. આ બાળકીના પિતા હયાત નથી. વિધવા માતા દિકરી સાથે થયેલા આવા કૃત્યથી હેબતાઇ ગઇ હતી. પડોશીઓની સલાહ બાદ પોલીસ ફરિયાદ કરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.