કચ્છ : મામેરૂ લઇ જતાં પરિવારના 9 લોકોના અકસ્માતમાં મોત

કચ્છમાં કરૂણ અકસ્માતમાં નવના મોત થતાં ભારે અરેરાટી વ્યાપી હતી
By: admin   PUBLISHED: Sun, 15 Apr 2018 13:48:24 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:55:07 +0530

 


 

ભુજ

 

કચ્છમાં ભચાઈ-દુધઈ હાઈવે પર રવિવારે બસ અને ટ્રેક્ટર ટેઇલર વચ્ચે ટક્કર થતાં 9 લોકોના કરૂણ મોત થયાં છે.મૃતકોમાં મહિલાઓ અને બાળક પણ હોવાથી અકસ્માત સ્થળે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.આ અકસ્માતમાં બસ સાથે ટ્રેક્ટર ટ્રોલી અથડાઇ હતી જે બાદ ટ્રોલી ફંગોળાઇ ગઇ હતી.ટ્રોલીમાં બેઠેલા નવ લોકોની જાન ગઇ હતી,જ્યારે 10 વ્યક્તિઓ ઘાયલ થઇ હતી.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

 

મૃતકોમાં 7 મહિલા અને 1 બાળક છે,જ્યારે ઘાયલોમાંથી કેટલાંકની હાલત ગંભીર હોવાને કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે.અકસ્માત થતાં સ્થાનિક લોકો ધસી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ હતી.

 

ભચાઉ નજીકના શિકરા ગામ પાસે થયેલાં અકસ્માતમાં મોસાળુ લઇને મામેરામાં જતાં લોકોના મોત થતાં લગ્ન પ્રસંગ પહેલાં માતમ છવાયો હતો. શિકરા ગામનો પટેલ પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર ગામે જતો હતો. ત્યારે કુંભારડીથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. 

 

મૃતકોમાં વાગડ ગામના પાટીદાર સમાજના લોકો હોવાથી સમાજમાં અરેરાટી વ્યાપી હતી,

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.