Wednesday,19 September 2018,08:38:28

સુરતમાં 500 કરોડના ડાયમંડનાં દુંદાળાદેવ ગણેશજીની સ્થાપના

હીરાના વેપારીના ઘરે આ મોંઘા ગણેશની સ્થાપના કરાઇ
By: Monika Vyas   PUBLISHED: Thu, 13 Sep 2018 18:48:19 +0530 | UPDATED: Sat, 15 Sep 2018 21:22:55 +0530

 સુરત

ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના શહેરોમાં હજારો ગણપતિની સ્થાપના થઇ છે.ગણેશજીને આરાધ્યદેવ માનતા શ્રધ્ધાળુઓ વિવિધ આકાર - પ્રકારના ગણપતિની સ્થાપના તેમના ઘરે કરી છે.સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં 70 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.

જો કે આ હજારો પ્રતિમાઓમાં એક પ્રતિમા સૌથી મોંઘી છે.

 

માની ના શકાય પરંતું  સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા વેપારી ઘરે 500 કરો઼ડના  નેચરલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.દેશમાં કદાચ આ સૌથી કિંમતી ગણેશજી હશે.આ ગણેશજી એટલા માટે અનોખા છે કે તે ડાયમંડમાંથી બન્યા છે.બીજી રીતે કહીએ તો ડાયમંડનો આકાર ગણેશજી જેવો છે.

 

સુરતના કતારગામ વિસ્તારનાં દાન ગીગેવ સોસાયટીમાં રહેતા હીરાના વેપાર સાથે સંકળાયેલા રાજેશભાઈ પાંડવના ઘરે 500 કરોડના હીરાવાળા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.ગણેશજીની આ હીરા-મુર્તિમાં જે હીરો છે તે રાજેશભાઇ પાસે 13 વર્ષ પહેલાં આવ્યો હતો. 2005ની સાલમાં રાજેશભાઈ જયારે હીરાની દલાલી કરતાં હતા તે સમય આ ડાયમંડ તેમની પાસે આવ્યો હતો.

 

રાજેશભાઇ કહે છે કે આ ડાયમંડનો આકાર એવો હતો કે તેમાં તમને સાક્ષાત ગણેશજી જ જોવા મળે.મને આ ડાયમંડમાં સાક્ષાત બાપ્પાના દર્શન થયા હતા.

 

રાજેશભાઇએ પરીવારની આ બાબતે વાત કરી તો પરીવારજનોએ આ ડાયમંડને ઘરે રાખી મુકવા રાજી થઈ ગયા હતા.

 

આજે સતત 13 વર્ષથી રાજેશભાઈ આ ડાયમંડ સ્વરૂપે ગણપતિ બાપ્પાને ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરે જ સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી બાપ્પાની પૂજા- અર્ચના કરવામાં સહેજ પણ કચાશ નથી રાખતા.

 

રાજેશભાઈએ જણાવ્યું હતું કે  ભગવાનની કિંમત રૂપિયામાં ન આંકી શકાય પરંતું આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડાયમંડની કિમત 500 કરોડથી પણ વધુ અંકાય તો તેમાં કોઈ શંકાને સ્થાને નથી.

રાજેશભાઇ કહે છે કે ગણેશજીની કૃપા હંમેશા અમારા પર રહે છે તેઓના આર્શિવાદથી અમે લોકો કોઈપણ કલેશ વગર સંયુકત કુંટુંબમાં જ વર્ષોથી રહીએ છીએ.

 

રાજેશભાઇનો પરિવાર ગણેશ ચતુર્થીનો ઉત્સવ પુરો થાય તે પછી આ ડાયમંડવાળા ગણપતિને સેઇફ વોલ્ટમાં મુકી દે છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.