3 મહિનાની બાળકની ટ્રેનમાં તરછોડાઇ,માતા-પિતાની સામે ગુનો દાખલ

અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી તરછોડાયેલી બાળકી મળી
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 15:40:54 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 15:40:54 +0530

અમદાવાદ

અમદાવાદમાં ફરી એકવાર માતાની મમતા શર્મશાર થઈ છે. શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર યોગા એક્સપ્રેસમાંથી તરછોડાયેલી એક બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કોઇ અજાણી વ્યક્તિ આ બાળકીને તરછોડીને ચાલી જતા અનેક તર્કવિતર્કો શરુ થયા છે.હાલ આ બાળકીને ૧૦૮ મારફતે હોસ્પિટલના બેબી વોર્ડમાં ખસેડાઈ છે, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેનુ સ્વાસ્થ્ય સારુ છે.

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી ૩થી ૪ મહિનાની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બાળકીની માતા કોણ છે? અને તેને કેમ ત્યજી દેવામાં આવી તે અંગેના કારણ જાણવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હરીદ્વારથી આવતી યોગા એક્સપ્રેસના એસ ૯ કોચમાંથી ૩થી ૪ મહિનાની બાળકી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાળકીને સારવાર માટે ૧૦૮ એમ્બુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.જ્યાં તેને બેબી વોર્ડમાં રાખવામાં આવી છે અને તેનુ સ્વાસ્થ્ય સારુ હોવાની વિગત સામે આવી છે. ત્યારે હવે રેલવે પોલીસે બાળકીને તરછોડી જનાર માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે એકબાજુ સરકાર તરફથી અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે સરકારના પ્રયત્નો નિષ્ફળ જતા હોય તેમ લાગી રહ્યુ છે. કારણકે જે રીતે દિકરીઓને તરછોડવામાં આવે છે તે જાતા તો લાગે છે કે દિકરી હોવુ એ ગુનો છે. આ પહેલા પણ રાજ્યના વિવિધ શહેરોમાં બાળકીને તરછોડાઈ હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.

સુરતના પાંડેસરામાં નવજાત બાળકી હાલમાં મળી આવી હતી. આ ઉપરાંત વડોદરામાં પણ મંદિરના પગથિયે ૧૪ મહિનાની બાળકી મળી આવી હતી, તેમજ ગત મહિને શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટોપ પાસેથી એક બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.