હવે રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર કરવા કવાયત શરૂ

કેટલાક મંત્રીઓને સંગઠનને જવાબદારી સોપવામાં આવે તેવી શક્યતા : સંગઠનમાંથી મંત્રી તરીકે પ્રમોશન અપાશે
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 21:34:01 +0530 | UPDATED: Fri, 18 May 2018 23:49:54 +0530

નિતીન પટેલને પડતા મુકાય તેવી શક્યતા

કેન્દ્રીય મંત્રીમંડળમાં અચાનક કરવામાં આવેલા ફેરફાર બાદ ભાજપે હજી પાંચ મહીના પહેલા જ અસ્તિત્વમાં આવલે ગુજરા સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના ઉચ્ચ સ્તરીય સુત્રો તરફથી મળથી માહીતી મુજબ મંત્રીમંડળમાંથી નિતીન પટેલને પડતા મુકવાનો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે નિતીન પટેલને મંત્રીમંડળમાંથી ખસેડીને કોઈ અન્ય સ્થળે મુકવામાં આવી શકે છે.

આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ ખાતાની ફાળવણીને લઈને નિતીન પટેલા ત્રાગુ કર્યુ હતુ જેના ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નારાજ હતા. જેથી તેમને પડતા મુકવામાં આવી રહ્યા હોવાનુ ચર્ચા રહ્યુ છે. બીજી બાજુ નિતીન પટેલેને  આગામી લોકસભાની ચુંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે તેવુ પણ માનવામાં આવી રહ્યુ છે.

સુત્રોનુ કહેવુ છે કે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વિજય રૂદ્યાાણી ભાજપ તરફી મતબેન્કને જાળવી રાખવામાં નિષ્ફ રહ્યા હોવાનુ હાઈકમાન્ડનુ માનવુ છે. જો કે મંત્રીમંડળમાં સંભવીત ફેરફારમાં મુખ્યમંત્રીને બદલવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. પરંતુ નિતીન પટેલને મંત્રીમંડળમાંથી દુર કરવામાં આવે તેવી પુરી શક્યતા છે આમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપા અધ્યક્ષ અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે નિતીન પટેલથી એક સલામત અંતર રાખે છે. ત્યારે નિતીન પટેલની ઘરેહાજરમાં સૌરભ પટેલનુ કદ મંત્રીમંડળમાં વધી શકે છે.

મંત્રીમંડફ્રની સાથે સાથે પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. મંત્રીમંડળમાંથી કેટલાક નેતાઓને પડતા મુકીને સંગઠનનુ કામ સોપવામાં આવે તેવી શકયતાઓને પણ નકારી શકાતી નથી. જ્યારે સંગઠનમાંથી કેટલાક નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.