ખેડૂતોને વીજ જોડાણમાં અપાય છે ૪૫૯૨ કરોડની સબસિડી

ખેડૂતો પાસે ગુજરાત વીજ નિયમન પંચે નક્કી કરાયેલ વીજ દર કરતા પણ ત્રીજા ભાગના વીજ દર વસુલાય છે
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 16:50:36 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:35:02 +0530

ઊર્જા મંત્રી સૌરભ પટેલે કર્યો દાવો

રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે દાવો કર્યો છે કે આજે ગુજરાત સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે રોલ મોડલ બન્યુ છે. તેમણે જણાવ્યુ કે, રાષ્ટ્રીય સરેરાશ વીજ વપરાશ ૧૧૨૨ યુનિટ છે. જેની સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ ૨૨૭૯ છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ બમણો છે. સૌરભ પટેલે જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૦૨માં રાજ્યમાં સ્થાપિત વીજ ઉત્પાદન કેન્દ્રોની ક્ષમતા ૮૭૫૬ મેગાવોટ હતી, જે ૧૫ વર્ષમાં વધીને ૨૬૭૨૦ મેગાવોટ થઈ છે. તેજ રીતે ૨૦૦૨માં રાજ્યમાં ૭૩૦ સબ સ્ટેશન હતા, જે અત્યારે વધીને ૧૭૮૧ થયા છે.

ઊર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે છેલ્લા ૧૪ વર્ષથી ખેડૂતોને અપાતી  વીજ દરોમાં કોઈ વધારો કરાયો નથી. ગુજરાત વીજ નિયમન પંચ ખેડૂતો માટે જાહેર કરેલ વીજ દર સામે ત્રીજા ભાગનો વીજ દર વસુલે છે.   તેમજ તફાવતના કરોડો રૂપિયાનો ભાર ખેડૂતો વતી રાજ્ય સરકાર ઉઠાવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર ખેડૂતોને વીજ દરમાં રાહત પેટે ૪૫૯૨ કરોડની સબસીડી આપે છે.

ઊર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે ૧૯૬૦થી ૨૦૦૨ દરમિયાન ૪૨ વર્ષના સમયગાળામાં ખેડૂતોને વર્ષે સરેરાશ ૧૫થી ૨૦ હજાર નવા વીજ જોડાણ આપવામાં આવતા હતા. જેની સામે છેલ્લા ૫ વર્ષથી સરકાર દર વર્ષે એક લાખ નવા ખેત વીજ જોડાણ આપે છે. તેમજ આ સરકારે ખેડૂતો પાસેથી વીજ બિલમાં વસુલાતી ઈલેક્ટ્રીક સીટી ડ્યુટી સંપૂર્ણ નાબુદ કરી છે. તેમજ રહેણાંક અને ધંધાકીય હેતુ માટેના કનેક્શનમાં પણ ગ્રાહકોની ઈલેક્ટ્રીસીટી ડ્યુટી સતત ઘટાડવામાં આવી રહી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.