પ્રથમ તબક્કાની ૮૯ બેઠક માટે જાહેરનામુ બહાર પડાયુ

પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનુ છે
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:59:22 +0530 | UPDATED: Wed, 15 Nov 2017 22:30:57 +0530

સુરતમાં સૌથી વધુ ૧૬ બેઠકોનો સમાવેશ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આજથી ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ પણ થઈ ચુક્યો છે. ૨૧ નવેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે કે ૨૨ નવેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. તેમજ ૨૪ નવેમ્બર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનુ છે. જે ૮૯ બેઠકો પર પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં સુરતની સૌથી વધુ ૧૬ બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછી ડાંગમાં ફક્ત ૧ બેઠક છે.  આપને જણાવી દઈએ કે, કુલ ૧૯ જિલ્લામાં ૮૯ બેઠકો પર ૯ ડિસેમ્બરના રોજ મતદાન થવાનુ છે. પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે બેઠકોની યાદી નીચે મુજબ છે.

જિલ્લો………બેઠક

કચ્છ………

સુરેન્દ્રનગર………

મોરબી………

રાજકોટ………

જામનગર………

દેવભૂમિ દ્વારકા………

પોરબંદર………

જૂનાગઢ………

ગીર-સોમનાથ………

અમરેલી………

ભાવનગર………

બોટાદ………

નર્મદા………

ભરુચ………

સુરત………૧૬

તાપી………

ડાંગ………

નવસારી………

વલસાડ………

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.