પ્રથમ તબક્કામાં વિજય રૂપાણી સહિત આ રાજકીય દિગ્ગજોના ભાવિ પર દાવ

રૂપાણી, જીતુ વાઘાણી, બાબુ બોખરીયા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ મેદાને
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 14:02:53 +0530 | UPDATED: Fri, 08 Dec 2017 21:53:40 +0530

શનિવારે ૮૯ બેઠકો માટે યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે શનિવારે મતદાન યોજાવાની છે. જે માટેના પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની  બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં અનેક રાજકીય દિગ્ગજોના ભવિષ્ય દાવ પર લાગેલા છે.  પ્રથમ તબક્કામાં જે દિગ્ગજોના ભવિષ્ય દાવ પર લાગેલા છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી બાબુ બોખરીયા, જયેશ રાદડીયા, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણીનો સમાવેશ થાય છે.

રાજ્યની આ ૮૯ બેઠકો માટે કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી સૌરાષ્ટ્રમાં ૫૪ અને દ.ગુજરાતમાં ૩૫ બેઠક છે. જે જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનુ છે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં કેટલીક બેઠક એવી છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આમને-સામને છે, જેમાં રાજકોટ પશ્ચિમની બેઠક પરથી વિજય રૂપાણીની સામે ઈન્દ્રનીલ રાજગુરુની ટક્કર થશે. તો પોરબંદર બેઠક પરથી બાબુ બોખરીયા સામે અર્જુન મોઢવાડીયાની ટક્કર થશે, જેના પર તમામની નજર રહેશે.  પ્રથમ તબક્કાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાના દિગ્ગજ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જેથી પ્રથમ તબક્કાની ચુંટણી રસપ્રદ બની રહેવાની છે. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.