અપક્ષ ઉમેદવારી કરનાર પાંચ બાગીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા

૫ ઉમેદવારોને પાર્ટીમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 21:50:42 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 21:50:42 +0530

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર ૨ દિવસ બાકી છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ઉમેદવારો સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કોંગ્રેસના પક્ષના આદેશને અવગણીને અપક્ષ ઉમેદવારી કરનાર ૫ ઉમેદવારોને પાર્ટીમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે, જે ઉમેદવારોને સસ્પેન્ડ કરાયા છે તેમાં મહેશ મજેઠીયા લિંબડી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જ્યારે રાજેન્દ્રસિંહ ઝાલા પ્રાંતિજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તો લેબુજી ઠાકોર કાંકરેજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે.

આ ઉપરાંત માવજીભાઈ પટેલ થરાદ બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. તો રતનસિંહ રાઠોડ લુણાવાડા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે આ તમામ ઉમેદવારોને સમજાવવા માટે પ્રયત્નો કર્યા હતા. જોકે તેમ છતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચતા પક્ષે સસ્પેન્શનનુ પગલુ લીધુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.