ગુજરાતમાં સમુદ્ર માર્ગે આતંકીઓ ઘુસ્યા હોવાના ઈનપુટ

આતંકી હરકત જોવા મળતા રાજ્યના તમામ દરીયા કિનારાઓને એલર્ટ કરવામાં આવ્યા
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:31:58 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:31:58 +0530

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેના ગુજરાત પ્રવાસના એક દિવસ પહેલા જ ગુજરાતના દરીયા કિનારે આતંકીઓ ઘુસ્યા હોવાના ઈનપુટ મળ્યા છે. ગુજરાતના દરીયામાં આતંકી ઘુસ્યા હોવાના ઈનપુટ મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પોરબંદરના દરીયામાં આતંકી હરકત જોવા મળતા રાજ્યના તમામ દરીયા કિનારાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. કચ્છ જળસીમમાં સુરક્ષા એજન્સીઓની ખાસ નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાનની તદ્દન નજીક આવેલા સંવેદનશીલ કચ્છ જળસીમમાં એલર્ટ પર રાખવામાં આવી છે.  આ ઉપરાંત રાજ્યના દરીયાકિનારે આવેલ દ્વારકા, સોમનાથ જેવા પ્રવાસન સ્થળોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં રાજ્યના તમામ ચેકપોઈન્ટ અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.