Wednesday,19 September 2018,08:58:17

મણિનગર એએમટીએસ ટર્મિનલનું સોમવારે લોકાર્પણ

સોમવારે લાલદરવાજાથી મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે ૧૫૩/૧ નંબરની એએમટીએસ બસનો રુટ શરુ કરાશે
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 22:55:08 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 22:56:25 +0530

લાંબા સમયથી લોકાર્પણ ટલ્લે ચઢ્યુ હતુ

એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા છેવટે બે-ત્રણ મહિનાથી લોકાર્પણ માટે પ્રતિક્ષામાં રહેલા લાખો રૂપિયાના ખર્ચે નવા રંગરુપ અપાયેલા મણિનગર ટર્મિનસનું આગામી સોમવાર તા.૧૬ એપ્રિલે લોકાર્પણ કરાશે. આમ તો પાલડી ટર્મિનસને અદ્યતન બનાવ્યા બાદ આ ટર્મિનસ ઉતારુઓ માટે આજે પણ પુરેપુરુ ઉપયોગી બન્યુ નથી. કારણકે, તેનો અડધો હિસ્સો અગમ્ય કારણસર રાજસ્થાન એસટી નિગમને ફાળવી દેવામાં આવ્યો છે.

બીજીબાજુ ઉતારુની સુવિધા માટેના શેલ્ટર સાથેના નવા બનાવાયેલા મણિનગર ટર્મિનસનું લોકાર્પણ ટલ્લે ચઢ્યુ હતું. જોકે હવે આગામી સોમવારે સવારે નવ વાગ્યે મેયર ગૌતમ શાહના હસ્તે નવનિર્મિત મણિનગર ટર્મિનસ ઉતારુઓ માટે ખુલ્લુ મુકાશે. તે જ દિવસે લાલદરવાજાથી મણિનગર પૂર્વ રેલવે સ્ટેશન વચ્ચે રુટ નંબર ૧૫૩/૧ને મેયર ગૌતમ શાહ, એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે વગેરે મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપવામાં આવશે.

આશરે ૮ કિલોમીટર કરતા લાંબા રુટ પર હાલમાં એક બસ મુકાશે, જે ખમાસા, રાયપુર દરવાજા, રુટ આબાદ ડેરી, રામાનંદ કોટ, ખોખરા સર્કલ, લક્ષ્મિનારાયણ ટર્નિંગ અને રેલવે ક્રોસિંગ થઈ મણિનગર પૂર્વ રેલવે સ્ટેશન જશે. આ ઉપરાંત આજથી લાલદરવાજાથી ફતેહવાડી કેનાલ વચ્ચેના આશરે ૧૧ કિમી લાંબા રુટ પર નવો રુટ નંબર ૩૧/૧ શરુ કરાયો છે. આ રુટ પર એક બસ મુકાઈ છે, જે નહેરુબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી,  ફતેહનગર, વાસણા, જુહાપુરા, અંબર ટાવર, કાદરી પાર્ટી પ્લોટ અને જૈતુન રેસીડેન્સી વચ્ચે દોડે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.