રેરા-જીએસટીની ગંભીર અસર,અમદાવાદમાં રેસીડન્સીયલ પ્રોજેક્ટમાં 44 ટકાનો ઘટાડો,ઘરોના ભાવ 3 ટકા ઘટ્યાં

રેરા-જીએસટીની અસરના કારણે દેશમાં અનેક હાઉસીંગ પ્રોજેક્ટ અટક્યા (તસ્વીર પ્રતીકાત્મક)
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Jan 2018 13:07:12 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 13:54:05 +0530


અમદાવાદ 

નવેમ્બર ૨૦૧૬માં લાગુ કરાયેલ નોટબંધીરીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) અને જીએસટી લાગુ થવાના કારણે દેશમાં મકાનોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાઈટફ્રેંક ઈન્ડિયા રીયલ એસ્ટેટના રીપોર્ટ મુજબ દેશના શહેરોમાં રહેણાંક મકાનોના ભાવમાં સરેરાશ ૩ ટકા જેટલો ઘટાડો થયો છે.મંદીના આ માહોલની ગુજરાતમાં પણ મોટી અસર પડી છે.રાજ્યમાં અનેક પ્રોજેક્ટ શરૂ જ નથી થઇ શક્યા. 

અમદાવાદમાં નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સની સંખ્યામાં જુલાઈ-ડિસેમ્બરના ગાળામાં 44 ટકાનો ઘટાડો થયો છે. જો આખા વર્ષની વાત કરીએ તો 2016ની સરખામણીમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં 66 ટકા ઘટાડો થયો છે.અમદાવાદના બિલ્ડરો રહેણાંકના નવા પ્રોજેક્ટ શરૂ કરતાં ડરી રહ્યાં છે.આની સીધી અસર એવી પડી છે કે વેચાણ વગર પડી રહેલાં ઘરોની ટકાવારીમાં ઘટાડો થયો છે. 

અમદાવાદમાં વાત કરીએ તો નવા રેસિડેન્શિયલ યુનિટના લોન્ચમાં થયેલા ઘટાડાને કારણે વેચાતા ન હોય તેવા યુનિટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક સ્ટેટ્સના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં 2016માં જુલાઈ-ડિસેમ્બર દરમિયાન અનસોલ્ડ યુનિટ્સ 37835 હતા, જે 29 ટકા ઘટીને 2017માં 26884 થઈ ગયા હતા.

 

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ C&Wના આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં 2016માં 9713 રહેણાંક યુનિટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે 2017માં આ સંખ્યા ઘટીને 4680 થઈ ગઈ છે. C&Wના ભારતના કંટ્રી હેડ અને મેનેજીંગ ડિરેક્ટર અંશુલ જૈન જણાવે છે કે, 2017માં અમદાવાદમાં રેસિડેન્શિયલ યુનિટ્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

 

અમદાવાદમાં આ વર્ષે લોન્ચ કરવામાં આવેલી નવી રહેણાંક સ્કીમ્સમાં અડધાથી વધારે અફોર્ડેબલ સેગમેન્ટમાં છે. 

દેશના બીજા શહેરોમાં પણ હાલત ખરાબ 

નાઇટફ્રેક ઇન્ડિયા રીયલ એસ્ટેટના રીપોર્ટ મુજબ સૌથી વધુ ૭ ટકા ઘટાડો પૂણેમાં થયો છે. જ્યારે મુંબઈમાં પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. દિલ્હી અને એનસીઆરમાં છેલ્લા ૬ વર્ષથી મકાનોના ભાવ ઘટી રહ્યા છે.  

દેશમાં ગત વર્ષે મકાનોના ભાવમાં સરેરાશ ૨ ટકા જેટલો  ઘટાડો થયો હતો. આ પાછળનુ મુખ્ય કારણ માંગમાં આવેલ ઘટાડો મનાઈ રહ્યુ છે. બેંગ્લુરુમાં ૨૬ ટકા અને ચેન્નાઈમાં ૨૦ ટકા જેટલા ભાવ ઘટ્યા છે. જાકે મુંબઈ અને પૂણે જેવા કેટલાક શહેરોમાં મકાનોના વેચાણમાં વધારો થયો છે.

 

રીપોર્ટમાં જણાવાયુ છે કે મહારાષ્ટ્રમાં રેરા યોગ્ય રીતે લાગુ થયો ન હોવાથી મુંબઈમાં મકાનોના વેચાણમાં ૩ ટકા અને પૂણેમાં ૫ ટકાનો વધારો થયો છે.  જાકે બાકીના શહેરોમાં વેચાણ ઘટતા રહેણાંક મકાનોના નવા પ્રોજેક્ટ પણ ઘટ્યા છે. ગત વર્ષે દિલ્હી એનસીઆરમાં નવા પ્રોજેક્ટમાં ૫૬ ટકા અને બેંગ્લુરુમાં ૪૧ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેના કારણે રીયલ એસ્ટેટ સેકટર પર ભારે દબાણ સર્જાઈ રહ્યુ છે.

 

રીપોર્ટ મુજબ દિલ્હી એનસીઆરમાં ગત વર્ષે માત્ર ૩૭૬૫૩ મકાનો વેચાયા છે. તેમજ રીયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટમાં સસ્તા મકાનોની ભાગીદારી પણ ખૂબ જ ઝડપી વધી રહી છે. ૨૦૧૬માં નવા પ્રોજેક્ટોમાં સસ્તા ઘરોની ભાગીદારી ૫૩ ટકા હતી. જે ૨૦૧૭માં વધીને ૮૩ ટકા થઈ ગઈ છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.