એસસી-એસટી એક્ટ મુદ્દે વટહુકમ લાવી શકે છે સરકાર

વડાપ્રધાનની નિયત સાફ હોય તો કોર્ટના નિર્ણયની રાહ જોયા વિના વટહુકમ જાહેર કરે : માયાવતીનો પડકાર
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 21:44:50 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 21:44:50 +0530

સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો નહીં બદલે તો

એસસી-એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ જો પોતાનો ચુકાદો નહીાં બદલે તો સરકાર આ અંગે વટહુકમ લાવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ વિપક્ષના આક્ષેપનો સામનો કરી રહેલ સરકાર આ મુદ્દે વટહુકમ લાવવા અંગે વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે દલિતો પર થતા કથિત અત્યાચાર મામલે વિપક્ષના વિરોધનો અવાજ દબાવવા માટે મોદી સરકાર આ દાવ રમી શકે છે. ડીએસપી સુપ્રીમો માયાવતીએ પણ કેન્દ્ર સરકારને વટહુકમ લાવવા માટે અપીલ કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી દેશની દલિત વસ્તીને એ આશ્વાસન આપવા માંગે છે કે તેમની સરકાર દલિત વિરોધી નથી. કોંગ્રેસે એસસી-એસટી એક્ટમાં સુપ્રીમના નિર્ણય સામે કેન્દ્ર સરકારને ચારેયબાજુથી ઘેરી છે. ત્યારે બસપા ચીફ માયાવતીએ જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકારને દલિતો પ્રત્યે થોડી પણ હમદર્દી હોય તો નાટક બંધ કરી વટહુકમ લાવે. તેમણે જણાવ્યુ કે, હું મોદીજીને કહેવા માંગુ છું કે જો તમારી નિયત સ્પષ્ટ છે તો કોર્ટના નિર્ણયની રાહ જોવાની જગ્યાએ એસસી-એસટી એક્ટને વધુ મજબુત બનાવવા કેબિનેટ બેઠક બોલાવી વટહુકમ જાહેર કરો.  સરકારે જો સુપ્રીમના નિર્ણય બાદ તાત્કાલિક વટહુકમ જાહેર કર્યો હોત તો દલિતોએ ભારત બંધની ફરજ ન પડતી. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સંકેત આપ્યા છે કે જો જરુર પડશે તો સરકાર એસસી-એસટી એક્ટને મજબુત બનાવવા વટહુકમ લાવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.