મિલ્કત જાહેર ન કરતા ત્રણ હજાર કર્મીના પગાર અટક્યા

૩૧ માર્ચ સુધીમાં જાહેર કરવાની હતી પોતાની મિલકત, બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે કાર્યવાહી
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 22:51:31 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 22:51:31 +0530

સરકારે અટકાવ્યા પગાર

ગુજરાતમાં પ્રથમ વખત સરકારી કર્મચારીઓના પગાર અટકાવવાની ઘટના સામે આવી છે. રાજ્ય સેવા નિયમ અંતર્ગત ગુજરાત સરકારના કર્મચારીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ મુજબ કર્મચારીઓએ દર વર્ષે સરકાર સમક્ષ પોતાની મિલ્કત જાહેર કરવાની હોય છે જેની સમય મર્યાદ પૂરી થવ છતાં કેટલાક કર્મચારીઓએ પોતાની મિલકત જાહેર ન કરતા આવા કર્મચારીઓ સામે સરકારે પગલા લીધા છે. સરકારે કર્મચારીઓને પોતાની મિલકત જાહેર કરવા માટે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીની મુદ્દત આપી હતી. જોકે સરકારી કર્મચારીઓએ આ મુદ્દતને નજરઅંદાજ કરી છે. જેથી સરકારે કડક પગલુ ભરતા ૩ હજાર જેટલા સરકારી કર્મચારીઓના પગાર અટકાવી દીધા છે.

સરકારે તમામ ક્લાસ-૧ અને ક્લાસ-૨ અધિકારીઓને મિલકત જાહેર કરવા માટે આદેશ આપ્યો છે. જે કર્મચારીઓના પગાર અટક્યા છે તેમાં મહેસુલ, શિક્ષણ અને પોલીસ વિભાગના કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ છે. કર્મચારીઓએ પોતાની મિલકત જાહેર કરવા માટે સરકારે નક્કી કરેલ ફોર્મેટમાં ફોર્મ ભરવાનુ હોય છે, જેમાં જમીન, આવક, સ્થાવર મિલકત અને જંગમ મિલકતનો હિસાબ આપવાનો હોય છે. પરંતુ આ કર્મચારીઓએ સરકારના આદેશને ન ગણકારી પોતાની મિલકત જાહેર કરી નથી. જેથી આવા કર્મચારીઓનો એપ્રિલ મહિનાનો પગાર અટકી ગયો છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.