પુજારા બન્યો ૨૦૧૭માં ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી

પુજારા-એલ્ગર ઉપરાંત શ્રીલંકન ખેલાડી કરુણારત્ને અને ભારતીય કેપ્ટન કોહલી પણ ૧૦૦૦ રન બનાવી ચુક્યા છે
By: admin   PUBLISHED: Tue, 05 Dec 2017 19:34:21 +0530 | UPDATED: Tue, 05 Dec 2017 19:34:21 +0530

આફ્રિકન ખેલાડી ડીન એલ્ગરને પાછળ છોડી

શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ભારતના ટોચના ક્રમના ક્રિકેટર ચેતેશ્વર પુજારા આજે શ્રીલંકા સામે ફિરોઝશાહ કોટલા મેદાનમાં ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ૨૦૧૭માં સૌથી વધુ રન બનાવનાર ટેસ્ટ ક્રિકેટર બન્યો. પુજારાએ ૭ રન બનાવતાની સાથે જ દક્ષિણ આફ્રિકાના ડીન એલ્ગરને પાછળ છોડી દીધો છે, જે અત્યાર સુધી ચાલુ વર્ષે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં પ્રથમ ક્રમે હતો. એલ્ગરે ૨૦૧૭માં ૧૦૯૭ રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ આજે શ્રીલંકા સામેની ટેસ્ટમાં ૪૯ રનની ઈનિંગ રમી અને હવે આ વર્ષે તેના નામે ૧૧ ટેસ્ટમાં ૬૭.૦૫ની સરેરાશથી ૧૧૪૦ રન નોંધાઈ ચુક્યા છે.

પુજારા ચાલુ વર્ષે ૧૦૦૦ રન પુરા કરનાર ચાર બેટ્‌સમેનોમાં સામેલ છે. ચાલુ વર્ષે પુજારા અને એલ્ગર ઉપરાંત શ્રીલંકાના દિમુથ કરુણારત્ને અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ ઉપલબ્ધિ મેળવી છે. જોકે એલ્ગર પુજારાને પાછળ છોડવાની તક હજી રહેશે. જ્યારે કરુણારત્નેએ આ તક ગુમાવી દીધી છે. કારણકે શ્રીલંકાની બીજી ઈનિંગમાં તે ૧૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો.  જ્યારે એલ્ગરને ઝિમ્બાબ્વે સામે ૨૬થી ૨૯ ડિસેમ્બર સુધી રમાનાર ટેસ્ટમાં તક મળી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.