લિફ્ટમાં યુવતિને એકલી જાણી યુવકે કરી છેડતી

યુવકે તે યુવતિ પાસે બીભત્સ માંગણી પણ કરી
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 01:56:21 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 01:56:21 +0530

અમદાવાદ,

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પીજીમાં રહેતી એક યુવતિની છેડતી થયાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. બાઈક પર આવેલ યુવકે યુવતિની છેડતી કરી હોવાના દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગુરુકુળમાં ઓક્સફર્ડ ટાવરમાં પીજીમાં રહેતી અને બેંકમાં ફાયનાન્સ એડવાઈઝર તરીકે નોકરી કરતી યુવતિ પોતાનુ વાહન જ્યારે પાર્ક કરી ઘરે જવા લીફ્ટમાં બેસી રહી હતી ત્યારે એક યુવકે લિફ્ટમાં ઘુસી તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

યુવકે તે યુવતિ પાસે બીભત્સ માંગણી પણ કરી હતી. જોકે યુવતિએ બૂમાબૂમ કરી મુકતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે ફરાર યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં યુવતિઓ સલામત ન હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.