એક હજાર કર્મચારીઓની છટણી કરશે જનરલ મોટર્સ

સેડાન, ક્રુઝના વેચાણમાં ૪ વર્ષમાં ૩૨ ટકા સુધીનો ઘટાડો, ઓહિયો પ્લાન્ટમાં એક સિફ્ટ બંધ કરવાનો નિર્ણય
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 21:50:40 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 21:50:40 +0530

કારોનુ વેચાણ ઘટતા લેવાયો નિર્ણય

અમેરિકાની સૌથી મોટી કાર ઉત્પાદન કંપનીએ પોતાના ૧ હજર કર્મચારીઓની છટણીની તૈયારી શરુ કરી છે. કાર કંપની જનરલ મોટર્સે સેડાન કારની ઘટી રહેલ માંગને ધ્યાનમાં રાખી ઉત્પાદન ઘટાડ્યુ છે જેથી તેમણે ૧ હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. આ છટણીની અસર ઓહિયો અને લોડ્‌ર્સટાઉનના કારખાના પર પડશે. શેવરલેટ ક્રુઝ કારોનુ ઉત્પાદન પણ આજ કારખાનામાં કરવામાં આવે છે. ક્રુજ કારના વેચાણમાં છેલ્લા ૪ વર્ષમાં ૩૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

જનરલ મોટર્સના પ્રવક્તાએ એક ઈમેલમાં જણાવ્યુ હતું કે ઓહિયો કારખાનામાં ૩ હજાર લોકો કાર્યરત છે, જ્યાં બે સિફ્ટમાં કામ કરવામાં આવે છે. કંપની તરફથી જણાવાયુ છે કે અમે બીજી સિફ્ટનુ ઉત્પાદન ૨૦૧૮ની બીજા  ત્રિમાસિક ગાળા સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના સંચાલકોએ જણાવ્યુ કે, આ નિર્ણયની અસર ૧૫૦૦ કર્મચારીની નોકરી પર પડશે. જોકે, કેટલા કર્મચારીની છટણી કરાશે તેનો સાચો આંકડો આગામી સપ્તાહે જાહેર થશે.

જનરલ મોટર્સનો ઓહિલો પ્લાન્ટ ૬૨ લાખ વર્ગ ફુટમાં ફેલાયેલો છે, અહીં ૧૯૬૬થી દર વર્ષે ૧.૬ કરોડ કારનુ ઉત્પાદન કરવામાં આવે છે. પહેલા આ પ્લાન્ટમાં ૩ શિફ્ટમાં કામ થતુ હતુ પરંતુ ગત વર્ષે ત્રીજી શિફ્ટ બંધ કરવામાં આવી હતી. જનરલ મોટર્સનુ કહેવુ છે કે તેમની આ જાહેરાત બાદ અમેરિકામાં એટલી જ સેડાન કાર વેચાવાની આશા છે જેટલી ગત વર્ષે વેચાઈ હતી. કંપનીએ ગત વર્ષે ૧,૫૦,૦૦૦ સેડાન કાર અમેરિકામાં વેચી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.