રાજસ્થાન પોલીસમાં પ્રથમ ટ્રાસજેંડર કોન્સ્ટેબલની વરણી

રાજસ્થાન હાઈકોર્ટે પોલીસે નિમણૂંક કરવા માટે આદેશ આપ્યો હતો : કિન્નરને નોકરીનો દેશમાં ત્રીજો કિસ્સો
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:54:02 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:54:02 +0530

કોર્ટના ચુકાદાથી નોકરીના દરવાજા ખુલ્યા

રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા એક કિન્નરના પક્ષમાં સંભળાવવામાં આવેલા નિર્ણયથી રાજ્યના કિન્નરો માટે સરકારી નોકરીના દરવાજા ખુલી ગયા છે. જાલૌર જિલ્લાની કિન્નર ગંગાકુમારીની અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઈકોર્ટે રાજ્યની પોલીસને ગંગાની નિમણૂંક કરવાનો ઓર્ડર જાહેર કર્યો હતો. કોઈ કિન્નરને સરકારી નોકરી આપવાનો રાજસ્થાનનો આ પ્રથમ અને દેશનો ત્રીજો કિસ્સો છે.

હાઈકોર્ટના આદેશ બાદ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર પ્રથમ વખત કોઈ કિન્નરની નિમણૂંક કરવામાં આવશે. જસ્ટીસ દિનેશ મહેતાની કોર્ટે ગંગાકુમારીની અરજી પર સુનાવણી કરીને ૬ સપ્તાહમાં નિમણૂંક આપવા અને વર્ષ ૨૦૧૫થી મળતા તમામ લાભ આપવાનો પણ આદેશ કર્યો છે. 

મહત્વનુ છે કેજાલૌરની રહેવાસી ગંગાકુમારીએ ૨૦૧૩માં કોન્સ્ટેબલ માટે નીકળેલી ભરતીમાં અરજી કરી હતી. તે વર્ષે લેખિત પરીક્ષા પણ યોજાઈ હતી અને તેમાં પાસ થવા પર ફિઝિકલ ટેસ્ટ પણ થઈ હતી. આ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને મેડિકલ માટે બોલાવવામાં આવી હતી. તેનુ સિલેક્શન પણ થઈ ગયુ. મેડિકલ પહેલા તેણે ટ્રાંસજેંડરનુ સર્ટિફિકેટ આપ્યુ તો ટેસ્ટ લેનારા ચોંકી ગયા. પરંતુ જ્યારે પોસ્ટિંગની વાત આવી ત્યારે ગોળગોળ જવાબ આપવામાં આવતા હતા.

ડિપાર્ટમેન્ટની અંતિમ યાદીમાં બીસી કેટેગરીમાં તેનો ૧૪૮મો નંબર હતો. જ્યારે નિમણૂંક માટે લિસ્ટ જાહેર કરાયુ ત્યારે તમામ કોલમની આગળ મેલ તથા ફીમેલ લખેલુ હતું. પરંતુ ત્રીજી કોલમ જ નહતી. તમામ સ્ટેજ પાસ કર્યા બાદ નિમણૂંક ન મળતા તેણે જાહૌર એસપી સાથે મુલાકાત કરી હતી. જે સમયે તેમણે કહ્યુ હતું કે આ અંગે માર્ગદર્શન માટે ફોર્મ જયપુર મોકલવામાં આવ્યુ છે, જે બાદ તે ગૃહવિભાગના સચિવ તથા મુખ્ય સચિવ સાથે પણ મળી પરંતુ માત્ર સાંત્વના મળી.  તમામ પ્રયાસો બાદ કંટાળીને આખરે ગંગાકુમારીએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.