શમી સામે હત્યાના પ્રયત્નનો કેસ : IPL રમવા પર પ્રશ્ન

શમી પર ઘરેલુ હિંસા, બળાત્કારનો પ્રયત્ન, હત્યાનો પ્રયત્ન, ક્રૂરતા, ધમકી આપવી સહિતના આક્ષેપો થયા
By: admin   PUBLISHED: Fri, 09 Mar 2018 21:48:02 +0530 | UPDATED: Fri, 09 Mar 2018 21:50:01 +0530

શમીની પત્નીએ નોંધાવી ફરીયાદ

બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર ફેંકાઈ ચુકેલ ક્રિકેટર મોહમ્મદ શમીના હવે આઈપીએલ રમવા પર પણ સંકટના વાદળ છવાયા છે. દિલ્હી ડેરડેવિલ્સની ટીમે જણાવ્યુ છે કે મોહમ્મદ શમીના રમવાને લઈને તેઓ ટૂંક સમયમાં નિર્ણય કરશે. બીજીબાજુ કોલકત્તા પોલીસે શમીની પત્નીની ફરીયાદના આધારે શમી સહિત ચાર લોકો સામે આઈપીસીની અલગ-અલગ ૭ કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

શમીની પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો છે કે શમીએ તેને રુમમાં બંધ કરીને બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ હસીને એ વાતનો ઓડિયો રેકોર્ડિંગ પણ જાહેર કર્યુ છે. આ પહેલા હસીને શમી સામે લગ્નેતર સંબંધો મુદ્દે પણ ફરીયાદ નોંધાવી હતી. કોલકત્તાના લાલબજાર પોલીસે શમી સહિત ૫ લોકો સામે એફઆઈઆર નોંધી છે. જેમાં આઈપીસીની કલમ-૪૯૮-એ (ઘરેલુ હિંસા), ૩૨૩ (પત્નીને ઈજા પહોંચાડવી), ૩૦૭ (પત્નીની હત્યાનો પ્રયત્ન), ૩૭૬ (બળાત્કારનો પ્રયત્ન), ૫૦૬ (અપરાધિક ધમકી), ૩૨૮  અને ૩૪ (ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવો) અંતર્ગત કેસ નોંધાવ્યો છે. જેમાં બળાત્કારના કેસમાં આરોપી સાબિત થાય તો ૭ વર્ષ અથવા આજીવન કેદ થઈ શકે છે. તેમજ અપરાધિક ધમકીના કેસમાં બે વર્ષની કેદ અથવા આર્થિક દંડ થઈ શકે છે. આ પહેલા શમીની પત્નીએ જણાવ્યુ હતું કે, મને કોઈ તરફથી મદદ મળી નહતી, જેથી મેં મારી વાત રજુ કરવા માટે ફેસબુકનો સહારો લીધો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.