ગુજરાતમાં પદ્માવતીની રીલીઝને મંજુરી નહીં અપાય :વિજય રૂપાણી

ગુજરાત સરકાર હજુ પણ આ ફિલ્મને રીલીઝ કરવા તૈયાર નથી
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 15:30:21 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 22:02:46 +0530

ગાંધીનગર

સંજય લીલી ભણસાળીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીની રીલીઝ અંગે ભલે સેન્સર બોર્ડમાંથી ગ્રીન સિગ્નલો મળી રહી હોય પરંતું ગુજરાત સરકાર હજુ પણ આ ફિલ્મને રીલીઝ કરવા તૈયાર નથી.એવું માનવામાં આવે છે કે 'પદ્માવતી'નું નામ 'પદ્માવત' કરીને તેને 25 જાન્યુઆરીએ રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

જો કે ગુજરાત સરકારે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે પદ્માવતીને રાજ્યમાં રીલીઝ નહીં કરવા દેવાય.સમાચાર એજન્સી એએનઆઇમાં આવેલા ન્યુઝ પ્રમાણે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં પદ્માવતીને રીલીઝની મંજુરી નહીં અપાય.જો કે આ અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પદ્માવતી ફિલ્મને રીલીઝને લઇને જાહેરાત કરી ચુક્યા છે.વિજય રૂપાણીએ અગાઉ પણ કહ્યું હતું કે રાજ્યમાં પદ્માવતી ફિલ્મને રીલીઝ કરવાની મંજુરી નહીં મળે.

આ અગાઉ રાજસ્થાન અને ગોવાની સરકાર પણ પદ્માવતી ફિલ્મને તેમના રાજ્યમાં રીલીઝ નહીં કરવા દેવાની જાહેરાત કરી ચુકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.