બેલ્જીયમને 1-0થી હરાવી વર્લ્ડ કપ ફુટબોલ ફાઇનલમાં ફ્રાન્સનો દમદાર પ્રવેશ

ફ્રાન્સના સેમ્યુઅલે એક માત્ર ગોલ કર્યો હતો
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 10:35:19 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:33:55 +0530


પીટ્સબર્ગ

ફીફા ફુટબોલ  વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ફ્રાન્સે બેલ્જીયમને 1-0થી હરાવીને ફાઇનલમાં દમદાર પ્રવેશ મેળવ્યો છે.ફ્રાન્સ છેલ્લાં 6 વર્લ્ડ કપમાં ત્રીજીવાર ફુટબોલ ફાઇનલમાં પ્રવેશ મેળવશે.ફ્રાન્સના ડિફેન્ડર સેમ્યુઅલ ઉમટેટીના શાનદાર હેડર ગોલના કારણે ફ્રાન્સ ફાઇનલ સુધી પહોંચી શક્યું હતું. પહેલી સેમીફાઈનલમાં માત્ર 51મી મિનિટમાં એક માત્ર ગોલ કરવામાં આવ્યો હત.બેલ્જીયમ એક પણ ગોલ કરવામાં સફળ રહ્યું નહોતું.

ફ્રાન્સની જીતનો અસલી હિરો ગોલકીપર હ્યૂગો લોરિસ રહ્યો હતો. જેને પોતાની ટીમ માટે શાનદાર ગોલ કિપિંગ કરતાં ઘણાં ગોલ બચાવ્યા છે. બેલ્જીયમે 9 જેટલા શોટ માર્યા હતા જે ગોલમાં પરિવર્તિત નહોતા થયાં.

બેલ્જિયમની ટીમના ખેલાડીઓ દ્વારા ઘણી ભૂલો કરવામાં આવી હતી અને ટીમ દબાવમાં આવી ગઈ હતી. જેના કારણે ટીમને ત્રણ યેલો કાર્ડ પણ મલ્યા હતા. જો કે બેલ્જિયમે પહેલા હાફમાં ઘણાં પ્રયત્ન કર્યા હતા પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જ્યારે ફ્રાન્સની ટીમ પોતની નેચરલ ગેમથી જીત મેળવવામાં સફળ રહ્યું હતું.

મેચની શરૂઆતથી જ બેલ્જીયમે આક્રમક વલણ અપનાવ્યું હતું,પરંતું ફ્રાન્સના ફોરવર્ડ કીલજાન મબાપેએ સતત બોલનો કબજો પોતાની પાસે રાખતા બેલ્જીયમને રોકી શકાયું હતું.મેચ દરમિયાન બેલ્જીયમે 64% જેટલું પ્રભુત્વ પોતાની પાસે રાખ્યું હતું છતાં તેઓ એક પણ ગોલ કરી શક્યા નહોતા.

ફ્રાન્સના આ વિજય સાથે પેરિસની સડકો પર હજારો ફુટબોલ પ્રેમીઓ ઉતરી આવ્યાં હતા.

ફ્રાન્સના આ વિજય સાથે હવે તેઓ ફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ક્રોએશિયા બેમાંથી જે જીતે તેની સાથે મોસ્કોમાં રવિવારે ટકરાશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.