૬૦ વર્ષ બાદ ઈટાલીને ફીફા વર્લ્ડકપમાં નહીં મળે એન્ટ્રી

ઈટાલી સામેની મેચ ડ્રો રમતા જ સ્વીડન ૨૦૦૬ બાદ પ્રથમ વખત વર્લ્ડકપ માટે ક્વોલીફાય :સમર્થકોમાં ઉત્સાહ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:22:59 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 13:22:59 +0530

૨૦૧૮ માટે ક્વોલીફાય ન કરી શક્યુ ઈટાલી

પ્લેઓફ મેચની બીજા તબક્કામાં સ્વીડન સામે ડ્રો રમતા ઈટાલીની ફીફા વર્લ્ડકપ-૨૦૧૮ માટે ક્વોલીફાય કરવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. છેલ્લા ૬૦ વર્ષમાં એવુ પ્રથમ વખત બન્ય છે કે ચાર વખતની ફીફા વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈટાલી વર્લ્ડકપમાં ક્વોલીફાય પણ કરી શકી નથી. બીજીબાજુ ઈટાલી સામેની ડ્રો રમતા જ સ્વીડનની ટીમ ૨૦૦૬ બાદ પ્રથમ વખત વર્લ્ડકપ માટે ક્વોલીફાય કરવામાં સફળ રહી છે.

ઈટાલીએ વર્લ્ડકપમાં ક્વોલીફાય કરવા માટે કોઈપણ ભોગે સ્વીડનને હરાવવુ જરુરી હતુ. કારણકે પ્રથમ તબક્કામાં ઈટાલીને સ્વીડન સામે ૧-૦થી હાર મળી હતી. સ્ટોકહોમમાં રમાયેલ આ મેચાં ઈટાલી તરફથી કોઈ ગોલ કરવામાં આવ્યો નહતો, જ્યારે સ્વીડન તરફથી જેકબ યોહાનસને ૬૧મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે બીજી મેચમાં બન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જોકે એકપણ ટીમ ગોલ ન કરી શક્તા એ મેચ ડ્રો રહી હતી. મેચ પુરી થતાની સાથે જ ઈટાલીના ખેલાડીઓ મેદાનમાં જ રડવા લાગ્યા હતા.

બીજીબાજુ સ્વીડનના ખેલાડીઓ અને તેમના સમર્થકો વર્લ્ડકપ ક્વોલીફાય કરવાની ખુશીમાં ઉત્સવ ઉજવવા લાગ્યા હતા. સ્ટેડિયમમાં ઈટાલીના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર હતા. તેમને આશા હતી કે ચાર વખતની ચેમ્પિયન ટીમ સ્વીડનને હરાવી દેશે, પરંતુ તેમ થઈ શક્યુ નહીં. મહત્વનુ છે કે આ પહેલા ૧૯૫૮માં ઈટાલી વર્લ્ડકપમાં ક્વોલીફાય કરવામાં નિષ્ફળ રહ્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.