ઈસ્લામિક કટ્ટરપંથીના ડરથી ૬૦ ટકા સિખોએ છોડ્યુ ઘર

સિખ સમુદાયના કેટલાક લોકો પેશાવર છોડી અન્ય સ્થળે પલાયન થયા તો કેટલાક ભારત આવીને વસવાટ કરવા લાગ્યા
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 17:58:52 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 17:58:52 +0530

પેશાવરમાં વધી રહ્યો છે સિખો પર ખતરો

પાકિસ્તાનના પેશાવરમાં લઘુમતિ સિખ સમુદાય પર દિવસેને દિવસે ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા વધતા જતા હુમલાના પગલે હવે સિખ સમુદાયના લોકો અન્ય ભાગમાં  પલાયન કરવા મજબુર બન્યા છે. પેશાવરના ૩૦ હજાર સિખોમાંથી ૬૦ ટકાથી વધુ હવે પલાયન કરીને દેશના બીજા ભાગમાં ચાલ્યા ગયા છે અથવા તો ભારત આવીને રહેવા લાગ્યા છે.

હાલમાં જ પેશાવરમાં કરીયાણાની દુકાન ચલાવતા સિખ ધર્મગુરુ અને માનવાધિકાર કાર્યકર્તા ચરણજીતસિંહને કેટલાક અસામાજિક તત્વોએ ગોળીમારી  તેમની હત્યા કરી દીધી હતી. સિખ સમુદાયના ધર્મગુરુની હત્યાના પગલે સમગ્ર લઘુમતિ સિખ સમુદાયમાં ડરનો માહોલ ઉભો થયો હતો.

સિખ સમુદાયના બાબા ગુરપાલસિંહનુ કહેવુ છે કે મને લાગે છે કે અહીં સિખોનો નરસંહાર થઈ રહ્યો છે. પાકિસ્તાન સિખ કાઉન્સિલ (પીસીએસ)ના અન્ય એક સભ્યએ જણાવ્યુ કે, તેમના સમુદાયનો એટલા માટે સફાયો કરવામાં આવી રહ્યો છે કારણકે તે અલગ દેખાય છે. પીસીએસ સભ્ય બલબીરસિંહે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પોતાની પાઘ તરફ ઈશારો કરતા કહ્યુ કે આ તમને સરળતાથી શિકાર બનાવે છે.

કેટલાક સિખોનો આરોપ છે કે આતંકી સમૂહ તાલિબાન આ હત્યાઓને અંજામ આપી રહ્યુ છે. વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીના સાંસદ સિખ સમુદાયના સોરન સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. તાલિબાન દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારવા છતા સ્થાનિક પોલીસે હત્યાના આરોપમાં તેમના રાજકીય વિરોધી અને અલ્પસંખ્યક હિંદુ રાજનેતા બલદેલકુમારની ધરપકડ કરી હતી. જોકે બે વર્ષ સુનાવણી બાદ પુરાવાના અભાવે બલદેવકુમારને છોડી મુકાયો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.