કેટલાક એકટર્સ કામ માટે સેક્સુઅલીટી વેચે છે : એક્તા કપુર

મોટી વ્યક્તિ જ નાની-ઉભરતી વ્યક્તિનુ શોષણ કરે તે હંમેશા સત્ય હોતુ નથી, સત્ય અલગ પણ હોય : એક્તા
By: admin   PUBLISHED: Sat, 17 Feb 2018 13:58:43 +0530 | UPDATED: Sat, 17 Feb 2018 13:58:43 +0530

યૌન શોષણ મામલે એક્તાનુ નિવેદન

જાણીતી ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર એક્તા કપુર હંમેશા પોતાના બોલ્ડ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેણે ઈન્ડસ્ટ્રીમાં થતા યૌન શોષણને લઈ મોટુ નિવેદન આપ્યુ છે. એક્તા કપુરે સ્વીકાર્યુ હતું કે, બોલીવુડથી લઈ હોલીવુડમાં પ્રોડ્યુસર હાર્વી વાઈસ્ટીન જેવા લોકો રહેલા છે. વાઈસ્ટીન પર મહિલાઓના યૌન શોષણનો આરોપ છે અને તેની સામે દુનિયાભરમાં કેમ્પેઈન ચાલી રહ્યુ છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા એક્તા કપુરે જણાવ્યુ હતું કે ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રોડ્યુસર છે જે પોતાની પોઝિશનનો ખોટો ઉપયોગ કરીને એક્ટર્સનુ યૌન શોષણ કરે છે. પરંતુ એવા પણ અનેક એકટર્સ છે જે પોતે કામ મેળવવા માટે પોતાની સેક્સુઅલીટીનો ઉપયોગ કરે છે. દરેક વાર્તાના બે પાસા હોય છે પરંતુ લોકો સામાન્ય રીતે બીજા પાસા પર ધ્યાન આપતા નથી.

એક્તાએ જણાવ્યુ હતું કે આ ઈન્ડસ્ટ્રીમાં પણ બે પ્રકારના લોકો છે. આપણે એ વાત સ્વીકારવી પડશે કે પાવરફુલ વ્યક્તિ જ નાના અને ઉભરતા વ્યક્તિનો ફાયદો ઉઠાવે તે બાબત હંમેશા સત્ય હોતી નથી. કેટલીક વખત કામ મેળવવા માટે નાના માણસો પણ મોટા માણસોનો ઉપયોગ કરતા હોય છે.  

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.