આવો ક્રુર બાપ તમે નહીં જોયો હોય,જુવો માસુમ પુત્રની શું હાલત કરી,VIDEO

તેલગાંણામાં ક્રુર બાપે 3 વર્ષના પુત્રને રીક્ષા સાથે પટકીને માર્યો હતો.
By: Monika Vyas   PUBLISHED: Tue, 10 Jul 2018 13:29:03 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 00:07:55 +0530

તેલગાંણા

 તેલંગણાના હૈદરાબાદમાં એક વ્યક્તિએ દારુના નશામાં પોતાના 3 વર્ષના પુત્રના ક્રુરતાથી ઓટો રીક્ષા સાથે પટક્યો હતો.આ બાળકને માથામાં વાગ્યું છે અને તેને હોસ્પિટલમાં રાસવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.આ ઘટનાનો વિચલીત કરી દે તેવો વીડીયો વાઇરલ થયો છે.

તેલેગાંણાના શ્રીનિવાસનગરમાંથી પોલિસને ફરિયાદ મળી હતી કે એક વ્યક્તિ દારૂના નશામાં ધુત થઇને તેના પુત્રને મારી રહ્યો છે.જગદગીરીગટ્ટા પોલિસ સ્ટેશનની ટીમ બનાવસ્થળે પહોંચી હતી અને શિવ ગોડ નામની 30 વર્ષની વ્યક્તિની અટકાયત કરી હતી.શિવ ગોડ તેના 3 વર્ષના પુત્ર રીત્વીકને ક્રુરતાપુર્વક મારી રહ્યો હતો.શિવનો ગુસ્સો એ હદે ફાટ્યો હતો કે તેણે રિતીકને રીક્ષા પર પટક્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દારુના નશામાં ધુત એક વ્યક્તિની પત્ની સાથે લડાઈ થઈ ગઈ. નશામાં તેણે 3 વર્ષના દીકરા પર ગુસ્સો નીકાળ્યો. તેણે દીકરાને ઉંચકીને રીક્ષા સાથે પટક્યો.

જોવાની વાત એ છે કે આ ઘટના સમયે પોલીસકર્મી ત્યાં હાજર હતો. શિવે પોલીસ સાથે પણ હાથાપાઈ કરી. જો કે પોલીસ બાળકને બચાવાવમાં સફળ રહી. પોલિસે IPCની કલમ 324 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન આરોપી ભાગવામાં સફળ રહ્યો. પોલીસ તેની શોધ કરી રહી છે.

પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે પરણિત શિવનું કોઇ મહિલા સાથે લફરૂ હતું અને પત્નિને તેને રંગેહાથ પકડતા તેનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.શિવે તેની પત્નિ સાથેના ઝગડાનો રોષ તેના માસુમ પુત્ર પર ઉતાર્યો હતો.

જોવાની વાત એ પણ હતી કે શિવની પત્નિએ તેના પુત્રની સુરક્ષાને કારણે તેની સામે પોલિસ ફરિયાદ પણ નહોતી કરી.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.