ડ્રાઈવિંગ લાઈસન્સ પણ હવે આધાર સાથે કરાવવુ પડશે લીંક

ડ્રાઈવીંગ લાઈસન્સ આધાર સાથે લીંક થતા માર્ગ અકસ્માત સર્જનાર લોકોને પકડવામાં મદદ મળશે
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 21:38:15 +0530 | UPDATED: Tue, 12 Jun 2018 21:38:15 +0530

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનુ નિવેદન

દેહરાદુન સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા બાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આધારકાર્ડને લઈ મોટુ નિવેદન આપ્યુ છે. મંત્રીના જણાવ્યા મુજબ બેંક ખાતા અને સીમકાર્ડ બાદ હવે ડ્રાઈવિંગ લાઈસન્સને પણ આધાર સાથે લીંક કરાવવુ પડશે. તેમનુ કહેવુ છે કે આ મામલાને લઈ તેમણે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે પણ વાત કરી છે.

કાયદામંત્રી રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ આધારકાર્ડથી ડ્રાઈવિંગ લાઈસન્સ લીંક થયા બાદ માર્ગ અકસ્માત કરી ભાગનાર સામે કડક હાથે કાર્યવાહી કરાશે અને તેમના પર શિકંજો કસાશે. દેહરાદુનમાં રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, આ વ્યવસ્થાથી દારુનુ સેવન કરીને વાહન ચલાવતા ચાલકો પર પણ અંકુશ મેળવી શકાશે. જેનાથી માર્ગ અકસ્માતની ઘટનામાં પણ ઘટાડો થશે. દેહરાદુન સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચેલ રવિશંકર પ્રસાદનુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટે સ્વાગત કર્યુ.

આ દરમિયાન સહકારીતા મંત્રી ધનસિંહ રાવત પણ હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, તેમને ઉત્તરાખંડ દેવભૂમિથી ખૂબ જ પ્રેમ છે. તેમને અહીં ભરપૂર પ્રેમ અને સ્નેહ મળ્યો છે. તેમના જણાવ્યા મુજબ તે ઉત્તરાખંડ એક ખાનગી કાર્યક્રમમાં માત્ર એક ભક્ત તરીકે પહોંચ્યા છે. રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ તેમણે બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કર્યા. સાથે જ કેદારનાથમાં વાઈફાઈ ચૌપાલ લગાવવાના પણ આદેશ આપ્યો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.