ટાઈગર સાથેના સંબંધની અસર ફિલ્મ ઉપર નહીં પડે : દિશા પટાની

ફિલ્મ તેની સ્ટોરી અને કલાકારોના અભિનયના દમ પર ચાલતી હોય છે, નહીં કે રિલેશન પર : દિશા પટાની
By: admin   PUBLISHED: Tue, 05 Dec 2017 19:31:44 +0530 | UPDATED: Tue, 05 Dec 2017 19:31:44 +0530

બાગી-૨ને લઈ દિશાનો ખુલાસો

અભિનેત્રી દિશા પટાની અને અભિનેતા ટાઈગર શ્રોફ અત્યારે પોતાની ફિલ્મ બાગી-૨ના શુટિંગમાં વ્યસ્ત છે. પ્રથમ વખત આ બન્ને કલાકારો કોઈ ફિલ્મમાં એકસાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે. જોકે, બન્ને વચ્ચે અફેરની ચર્ચા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. બન્ને કલાકાર અનેક પ્રસંગોએ એકસાથે નજરે પડ્યા છે.

ત્યારે હવે સુત્રોનુ માનીએ તો બાગી-૨ ફિલ્મના મેકર્સનુ માનવુ છે કે જો હવે બન્ને એકસાથે જાહેરમાં દેખાય તો તેની અસર ફિલ્મ પર પડશે. તેમજ ફિલ્મ રીલીઝ થયા બાદ આ જોડીને લઈને દર્શકોમાં જે આતુરતા હોવી જોઈએ તે રહેશે નહીં, જોકે આ મામલે દિશા પટાનીનુ કહેવુ છે કે, મારા અને ટાઈગર શ્રોફના રીલેશનને લઈને કોઈને કોઈ જ સમસ્યા નથી.

દિશાએ જણાવ્યુ હતું કે જો અમે સાથે દેેખાઈએ તો પણ તેની કોઈ જ નેગેટીવ અસર ફિલ્મ પર પડશે નહીં. દિશાએ ઉમેર્યુ હતું કે, ફિલ્મ માત્ર તેની વાર્તા અને અભિનયના દમ પર ચાલે છે નહીં કે તેના કલાકારોના અંગત જીવન પર.

મહત્વનુ છે કે બાગી-૨માં દિશા પટાની અને ટાઈગર શ્રોફ ઉપરાંત અરમાન કોહલી, મનોજ વાજપેયી, રણદીપ હુડ્ડા, પ્રતિક બબ્બર જેવા કલાકાર પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ડાયરેક્ટર અહમદ ખાન અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં રીલીઝ થયેલ બાગીની સિક્વલ છે. જે ૨૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ રીલીઝ થશે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.