મળેલ તકનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરીશ: દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિકે કર્યો દાવો
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 21:47:33 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 10:36:12 +0530

બેંગ્લુરુ,

મહેન્દ્રસિંહ ધોની જે સમયે વિકેટકિપર, બેટ્‌સમેનની ભૂમિકાની નવી પરિભાષા લખી રહ્યો હતો ત્યારે દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ માટે માર્ગ સરળ નહતો. છેલ્લે ૨૦૧૦માં ટેસ્ટ મેચ રમનાર કાર્તિકે પોતાનુ આત્મમંથન કરતા આખરે સ્વીકાર્યુ કે, ધોની જેવા ખેલાડીના કારણે તેમના માટે ટીમમાં જગ્યા મેળવવી સરળ નહતી. કાર્તિકે જણાવ્યુ કે, હું સતત સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ હતી અને તે પણ એમએસ ધોની જેવા ખેલાડી સાથે હતી. તે ભારતના સર્વશ્રેષ્ઠ કેપ્ટન પૈકીના એક છે કે જેમણે વર્લ્ડ ક્રિકેટ પર પોતાની છાપ છોડી છે.

દિનેશ કાર્તિકે જણાવ્યુ હતું કે, મેં પોતાનુ સ્થાન કોઈ સામાન્ય ક્રિકેટર માટે નથી ગુમાવ્યુ, ધોની ખાસ હતા અને તેમનુ હું ખૂબ જ સમ્માન કરુ છું. સાથે જ એ સ્વીકારુ છું કે તે સમયે હું સતત સારુ પ્રદર્શન કરી શક્યો નહતો.  પરંતુ હવે મને તક મળી છે અને હું પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.