કોહલીનુ ચાલતુ તો હું કોચ હોત : સહેવાગ

સહેવાગે તમામને ચોંકાવ્યા
By: admin   PUBLISHED: Mon, 13 Nov 2017 21:10:54 +0530 | UPDATED: Mon, 13 Nov 2017 21:10:54 +0530

મેરઠ,

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્‌સમેન વિરેન્દ્ર સહેવાગે તમામને ચોંકાવી દેતુ એક નિવેદન આપ્યુ છે. મેરઠ ખાતે એક કાર્યક્રમ દરમિયાન સહેવાગે જણાવ્યુ કે, ટીમમાં ભલે એક કેપ્ટન સર્વેસર્વો હોય, પરંતુ તેની ભૂમિકા માત્ર પોતાનો અભિપ્રાય આપવા પુરતી મર્યાદીત હોય છે. આજ કારણ છે કે કોહલીનુ સમર્થન હોવા છતાં હું ભારતીય ટીમનો કોચ બની શક્યો નહીં. અનિલ કુંબલેના કોચ પદ છોડ્યા બાદ ટીમના હેડકોચ માટેના દાવેદારોમાં સહેવાગ પણ સામેલ હતો. જોકે સચિન, સૌરવ અને લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ રવિ શાસ્ત્રીના નામ પર મંજુરીની મહોર મારી હતી.

આ અંગે સહેવાગનુ કહેવુ છે કે, કેપ્ટનનો ટીમ સાથે જોડાયેલ વિવિધ નિર્ણયમાં પ્રભાવ હોય છે પરંતુ કોઈ જ બાબતમાં અંતિમ નિર્ણય તેનો હોતો નથી. સહવાગે જણાવ્યુ હતું કે કોહલી ઈચ્છતો હતો કે હું ભારતનો કોચ બનુ. મેં કોહલી સાથે વાત કર્યા બાદ જ અરજી કરી હતી. પરંતુ હું કોચ બની શક્યો નહીં. જેથી સ્પષ્ટ છે કે ટીમ સંબંધિત નિર્ણયમાં કેપ્ટનનુ ચાલતુ નથી.  આ નિર્ણય બીજા જ વ્યક્તિઓ કરતા હોય છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.