ઇન્ડિગોના 9 વિમાનોને ઉડવાની પરમીશન સ્થગિત,47 ફ્લાઇટ્સ રદ કરાઇ

સતત એન્જીન ફેઇલ થવાની ઘટનાઓ સામે આવ્યા બાદ ઈન્ડિગોની ફ્લાઇટ રદ કરાઇ
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 12:03:17 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 22:42:46 +0530

નવી દિલ્હી

સતત એન્જીન ફેઇલ થવાની ઘટનાઓ સામે આવ્યા બાદ ઈન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ એરપોર્ટ પર સામે આવેલ ઘટના બાદ આજે ઈન્ડિગો એરલાઈન્સે પોતાની ૪૭ ફ્લાઈટ રદ્દ કરવી પડી છે. છેલ્લા એક મહિનામાં એન્જીન નિષ્ફળ જવાની ત્રણ ઘટનાઓ સામે આવ્યા બાદ એવિએશનના ડાયરેક્ટરે કડક નિર્ણય કરતા ઇન્ડિગોના ૯ વિમાનોને પરત ખેંચવાના આદેશો આપ્યા હતા.

ડીજીસીએના આદેશ બાદ ઈન્ડિગોએ પોતાની ૯ એરબસને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી છે. ઇન્ડિગો એરલાઈન્સ પાસે અત્યારે ૩૨ ફ્લાઈટ છે, જેમાંથી ૯ ગ્રાઉન્ડેડ છે, જ્યારે ગો એરલાઈન્સ પાસે ૧૩ એરબસ છે જેમાંથી ૩ ગ્રાઉન્ડેડ છે. આ બે એરલાઈન્સની ફ્લાઈટ રદ્દ થવાના કારણે અન્ય એરલાઈન્સની ટિકિટોના ભાવમાં વધારો થયો છે. દિલ્હીથી મુંબઈ સીધી ફ્લાઈટની ટિકિટનો ભાવ ૧૫ હજાર સુધી પહોંચી ગયો છે.

આ પહેલા સોમવારે અમદાવાદથી લખનૌ જઈ રહેલ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના એન્જીનમાં ટેકનીકલ ખામી સર્જાતા અમદાવાદ પરત ફરવુ પડ્યુ હતું. આ ફ્લાઈટમાં ૧૮૬ મુસાફર સવાર હતા. જો કે સદ્‌નસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નહતી. આ ઘટના સામે આવ્યા બાદ વિમાન નિયામક ડીજીસીએ  ન્ડિગો અને ગો એરના ૧૧ વિમાનોની ઉડાણ રોકવા માટે આદેશ આપ્યો છે. આ તમામ વિમાનોમાં એન્જીનમાં ટેકનીકલ ખામી હોવાનુ જણાઈ આવ્યુ છે.

છેલ્લા એક મહિનાની અંદર આકાશમાં જ એન્જીન બંધ થઈ જવાની આ ત્રીજી ઘટના સામે આવ્યા બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.