દિલ્હીનું હવામાન સુધારવા હવે કૃત્રિમ વરસાદ કરાવાશે

૧૦ નવેમ્બર સુધી કૃત્રિમ વરસાદ માટે વાતાવરણ યોગ્ય નથી, જેથી ત્યારબાદ આ અંગે વિચાર કરવામાં આવશે
By: admin   PUBLISHED: Tue, 06 Nov 2018 17:04:53 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 17:04:53 +0530

ટૂંક સમયમાં જ લેવાશે નિર્ણય

દિલ્હીની ઝેરી હવાને સ્વચ્છ બનાવવા માટે કૃત્રિમ વરસાદ કરાવવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અને ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ એરક્રાફ્ટની મદદથી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અને આઈઆઈટી કાનપુરના રીસર્ચર્સ ક્લાઉડ સીડિંગની યોજના બનાવી રહ્યા છે.

કૃત્રિમ વરસાદથી દિલ્હીની એર ક્વોલીટીમાં સુધારો આવી શકે છે. આ માટે ક્લાઉડ સીડિંગના પ્રયત્નો ટૂંકમાં જ શરુ થશે. માનવામાં આવી રહ્યુ છે કે ૧૦ નવેમ્બર બાદ આના પર કામ શરુ થઈ શકે છે.  એવુ પ્રથમ વખત છે જ્યારે દેશમાં કોઈ શહેરના પ્રદૂષણને ઘટાડવા માટે કૃત્રિમ વરસાદનો સહારો લેવો પડી રહ્યો છે.

સીપીસીબીના મેમ્બર સેક્રેટરી પ્રશાંત ગાર્ગવાએ આ અંગે જણાવ્યુ કે, એર પોલ્યુશન ઘટાડવાનો એક રસ્તો કૃત્રિમ વરસાદ છે. અમે આઈએમડી અને આઈઆઈટી કાનપુર સાથે મળીને આ વિકલ્પ પર કામ કરી રહ્યા છીએ.

આ મામલે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠીએ જણાવ્યુ કે, અમે પોતાની તરફથી આર્ટિફિશિયલ વરસાદ માટે તૈયાર છીએ. અમે આ માટે યોગ્ય પરિસ્થિતિની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે જણાવ્યુ કે, હવામાન વિભાગ કૃત્રિમ વરસાદ માટે હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. ત્રિપાઠીએ જણાવ્યુ કે, ૧૦ નવેમ્બર સુધી હવામાન કૃત્રિમ વરસાદ કરાવવા માટે યોગ્ય નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.