પદ્માવતીની રીલીઝ કોઈ જ નહીં રોકી શકે : દીપિકા

આપણે વિકાસ કરવાની જગ્યાએ પાછળની તરફ ધકેલાઈ રહ્યા છીએ, શું આજ ભારતની ઓળખ છે? : દીપિકા
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:16:55 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:16:55 +0530

વિવાદને લઈ ભડકી દીપિકા પાદુકોણ

બોલીવુડ ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝને લઈ ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેમજ કેટલાક રાજકીય નેતાઓ પણ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વિવાદને લઈ ગુસ્સે ભરાઈ છે.

દીપિકા પાદુકોણે જણાવ્યુ હતું કે ફિલ્મ રીલીઝ થવી ખૂબ જ જરુરી છે અને ફિલ્મને રીલીઝ થતા કોઈ રોકી શકે તેમ નથી.  દીપિકાએ જણાવ્યુ હતું કે, એક મહિલા તરીકે હું આ ફિલ્મનો ભાગ બનીને અને તેની વાર્તા દુનિયાને જણાવીને ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. આ એક એવી વાર્તા છે જે દરેક ભારતીયએ જાણવી જરુરી છે.

દીપિકાએ જણાવ્યુ હતું કે, આપણે એક રાષ્ટ્ર તરીકે હજી ક્યાં પહોંચ્યા છીએ? આ બધુ ખૂબ જ ડરામણુ છે. આપણે લોકો આગળ વધવાની જગ્યાએ પાછળ જઈ રહ્યા છીએ અમારે કોઈને જો જવાબ આપવાનો હોય તો તે માત્ર ફિલ્મ સેંસર બોર્ડને આપવાનો છે. હું જાણું છું અને મને વિશ્વાસ છે કે આ ફિલ્મ રીલીઝ થઈને જ રહેશે. આ ફિલ્મ માત્ર પદ્માવતી જ સંબંધિત નથી, પરંતુ અમે એક બહુુ મોટી લડાઈ લડી રહ્યા છીએ.

અંતે ભણસાલીને મળ્યો બોલીવુડ ઈન્ડસ્ટ્રીનો ટેકો

ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીએ હાલમાં જ એ જાહેરાત કરી હતી કે કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડ મારી ફિલ્મ જોઈ લે ત્યારબાદ કોઈ ખાસ કમિટીને હું પદ્માવતી બતાવવા તૈયાર છું. ભણસાલીની આ જાહેરાત બાદ એક બે નહીં, બોલીવુડની પાંચ માતબર સંસ્થાઓને ભણસાલીને ટેકો જાહેર કર્યો છે. પદ્માવતી શરુ થઈ ત્યારથી જ આ ફિલ્મને લઈ રાજપૂતો મેદાને પડ્યા છે.

આ ફિલ્મમાં ભણસાલીએ ઈતિહાસને વિકૃત કરીને અલ્લાઉદ્દીન ખિલજી ઊંઘમાં સ્વપ્ન જોતા પદ્માવતીને પ્રેમ કરી રહ્યો હોય એવા દ્રશ્યો ઉમેર્યા છે. એટલે પોતાને રાજપૂત પ્રતિનિધિ સંસ્થા ગણાવતી કરણી સેના અને અન્યોએ હિંસક હુમલા અને વિરોધ પ્રદર્શન શરુ કર્યા હતા. અત્યાર સુધી ભણસાલી મૌન રહ્યા હતા. પરંતુ જયપુરના રાજ પરિવારે ઈતિહાસનું વિકૃત પ્રદર્શન નહીં ચલાવી લેવામાં આવે તેવી જાહેરાત બાદ ભણસાલીએ નમતુ જોખ્યુ હતુ અને ખાસ કમિટીને પોતાની ફિલ્મ બતાવવાની તૈયારી દર્શાવી હતી.

દીપિકા પર ભડક્યા સ્વામી

પદ્માવતીને લઈને દીપિકા પાદુકોણના નિવેદનથી ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તીખી પ્રતિક્રીયા વ્યક્ત કરી છે. સ્વામીએ ટિ્‌વટ કરીને જણાવ્યુ છે કે, ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી અમને લેક્ચર આપવાનુ બંધ કરે. સ્વામીએ જણાવ્યુ હતું કે, કોઈ એક ફિલ્મ રીલીઝ ન થાય એનો મતલબ એ નથી થતો કે ભારત દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે. દીપિકાના આવા નિવેદનથી લાગે છે કે તેને વાંચતા-લખતા આવડતુ નથી, તેણે ફરી સ્કુલમાં જઈને નવેસરથી ભણવુ જોઈએ. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.