કામ ન હોય તો પણ હું જંપીને બેસી શકું તેમ નથી : દીપિકા પાદુકોણ

૧૦ વર્ષથી કામ કરવા છતા હજી ઘણુ બધુ મેળવવાનુ બાકી હોવાનો દીપિકાનો મત :કરવા માંગે છે ઘણુ કામ
By: admin   PUBLISHED: Fri, 10 Nov 2017 19:10:32 +0530 | UPDATED: Fri, 10 Nov 2017 19:10:32 +0530

અભિનેત્રીએ બોલીવુડમાં પૂરા કર્યા ૧૦ વર્ષ

અભિનેત્રી દીપિકા પાદુકોણે ચાલુ સપ્તાહે બોલીવુડમાં એક દાયકો પુરો કરી લીધો છે. જોકે એક દાયકા બાદ પણ અભિનેત્રીને એવુ જ લાગી રહ્યુ છે કે જાણે તેણે હજી ગઈકાલે જ કામની શરૂઆત કરી છે. તેને હજી ઘણુ કામ કરવુ છે, અલગ-અલગ ફિલ્મોમાં અલગ અલગ રોલ ભજવવા છે. દીપિકાનુ માનીએ તો જ્યારે કામ નથી હોતુ ત્યારે તે ખૂબ જ રેસ્ટલેસ થઈ જાય છે.

બોલવુડમાં એક દાયકો પુરો કરી ચુકેલ દીપિકાએ જણાવ્યુ હતું કે, હજી મારે ઘણુ બધુ મેળવવાનુ બાકી છે. હું પોતાના કામને એન્જોય કરી રહી છું. ઓમ શાંતિ ઓમથી પદ્માવતી સુધી મેં જેટલા પણ પાત્ર ભજવ્યા હું તે પાત્રોને સમજવા મારા માટે સૌથી મહત્વના રહ્યા હતા. દોઢ વર્ષ પહેલા પદ્માવતીની સ્ક્રિપ્ટ મારી પાસે આવી હતી, તે સમયે તે કાગળ પર હતી. તે સમયે મેં જે કંઈ વાંચ્યુ હતુ તેને આજે પડદા પર જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.

દીપિકાએ જણાવ્યુ હતું કે મારુ મગજ ખૂબ જ રેસ્ટલેસ છે. મને જ્યારે થોડી ઘણી રજા મળે છે જેને આપણે ઓફ ડે કહીએ છીએ તે દિવસે હું ઘરે હોવા છતા આરામ કરી શક્તી નથી. હું શાંતિથી બેસી શકું તેમ નથી, કંઈ કામ ન હોય તો ઘરની સફાઈ અને રસોડાનુ કામ કરી લઉં છું. દીપિકાએ જણાવ્યુ હતું કે જીવનમાં ઉત્સાહ હોવો જરુરી છે. તો જ આપણે પોતાના જીવનને સુખી બનાવી શકીએ છીએ, જીંદગી કંટાળાજનક ન હોવી જોઈએ.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.