પડતર કેસોના નિકાલ માટે શનિવારે પણ ચાલશે હાઈકોર્ટ

મિશ્રાએ તમામ હાઈકોર્ટોના મુખ્ય ન્યાયાધિશોને પત્ર લખી કેસ નિકાલ માટે ફાસ્ટટ્રેક કોર્ટ રચવા તાકીદ કરી
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 22:51:05 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 22:51:05 +0530

ચીફ જસ્ટીસે આપ્યા હાઈકોર્ટોને આદેશ

બિહાર, ઓરીસ્સા, ઝારખંડ જેવા રાજ્યોમાં હાઈકોર્ટમાં પડતર અપરાધિક કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. દેશના મુખ્ય ન્યાયાધીશે તમામ હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી શનિવારે પણ કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવા આદેશ કર્યો છે. તેમજ વિશેષ બેંચ મારફતે અપરાધિક કેસોના ઝડપથી નિકાલ લાવવા પર ભાર આપ્યો છે. હાઈકોર્ટમાં લાંબા સમયથી પડતર કેસોનો ઝડપથી નિકાલ આવે તે માટે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાએ તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરી છે અને શનિવારે વિશેષ બેંચની રચના કરી અપરાધિક કેસોની સુનાવણી હાથ ધરવા માટે જણાવ્યુ છે.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ પોતાના પત્રમાં વર્ષોથી પડતર કેસનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે અલગ અલગ હાઈકોર્ટમાં અનેક કેસો વર્ષોથી પડતર છે. આવા કેસોનો નિકાલ ન થતા કોર્ટની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે.ચીફ જસ્ટીસે જણાવ્યુ છે કે, કોર્ટ શનિવારે ચાલુ રાખવા ઉપરાંત ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરીને આવા કેસનો ઝડપથી ઉકેલ લાવો અને રજાઓમાં પણ સ્પેશિયલ કોર્ટ ચલાવવામાં આવે. દિપક મિશ્રાએ જણાવ્યુ છે કે જે કેસોમાં સરકારી ખર્ચ પર લિગલ સહાયતા આપવામાં આવતી હોય તેમને અલગ તારવીને પહેલા તે કેસોનો ઉકેલ લવાય, ત્યારબાદ અન્ય પડતર કેસો પણ ઝડપથી હાથ ધરવામાં આવે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.