ફરજીયાત આધારકાર્ડની ડેડ લાઈન ૩૧ માર્ચ કરી દેવાશે

સરકારી યોજનાઓમાં આધારકાર્ડ ફરજીયાત કરવા અંગે શુક્રવારે સરકાર સત્તાવાર જાહેરનામુ બહાર પાડશે
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:04:19 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:04:19 +0530

સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી જાહેરાત

સરકારી યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજીયાત બનાવવાની ડેડલાઈનમાં વધુ એક વખત વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર હવે આ ડેડલાઈનને વધારીને ૩૧ માર્ચ સુધીની કરશે. સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડને ફરજીયાત બનાવવા અંગેની સુનાવણી દરમિયાન સરકારે આ ડેડલાઈન વધારવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી આવતીકાલે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને ડેડલાઈનમાં વધારાની જાહેરાત કરવામાં આવશે.

અત્યાર સુધી સરકારી યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજીયાત કરવાની ડેડલાઈન ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી હતી. ત્યારે આજે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજીયાત કરવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સરકારે આ મુજબની વાત રજુ કરી હતી. આધારકાર્ડને ફરજીયાત બનાવવા પર સ્ટે મુકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે બંધારણીય ખંડપીઠ રચવાની જાહેરાત કરી છે.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ અરજીકર્તાને જણાવ્યુ હતું કે આગામી સપ્તાહે કોર્ટ ૫ સભ્યોની ખંડપીઠ રચશે જે આ પ્રકારની તમામ અરજીઓ પર સુનાવણી હાથ ધરશે. આ સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ રજુ કરતા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યુ હતું કે આધારકાર્ડને ફરજીયાત બનાવવાની યોજનાને અટકાવી શકાય તેમ નથી. કારણકે અત્યારે આ યોજના ખૂબ જ આગળ વધી ચુકી છે. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર આ મામલે ચર્ચા કરવા તૈયાર છે. બીજીબાજુ અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજીનો ઝડપથી નિકાલ આવે તે માટેની માંગ રજુ કરી હતી. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.