દારુલ ઉલૂમે હવે નેલ પોલિશ લગાવવા પર જાહેર કર્યો ફતવો

મહિલાઓએ નખ પર નેલ પોલિશની જગ્યાએ મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ : દારુલ ઉલૂમ દેવબંદનો ફતવો
By: admin   PUBLISHED: Mon, 05 Nov 2018 15:39:42 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 17:15:21 +0530

દારુલ ઉલૂમનો વધુ એક ફતવો

વેક્સિંગ, શેવિંગ, અન્ય પુરુષો પાસે મહેંદી બાદ દારુલ ઉલુમ દેવબંદે હવે મહિલાઓની નેલ પોલીશ લગાવવાને લઈ ફતવો જાહેર કર્યો છે. દારુલ ઉલુમના મુફ્તિ ઈશરાર ગૌરાએ જણાવ્યુ કે, મહિલાઓએ પોતાના નખ પર નેલ પોલિશનો ઉપયોગ ન કરવો જોઈએ. મહિલાઓએ આ માટે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ. મુફ્તિ ઈશરાર ગૌરાએ તર્ક કર્યો કે, મુસ્લિમ મહિલાઓએ નેલ પોલિશનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે આ ઈસ્લામની વિરુદ્ધમાં છે. એટલે નેલ પોલિશની જગ્યાએ મહિલાઓએ પોતાના નખમાં મહેંદી લગાવવી જોઈએ.

મહત્વનુ છે કે આ પહેલા પણ દેવબંદ આવા વિવાદાસ્પદ ફતવા જાહેર કરી ચુક્યુ છે. મુસ્લિમ મહિલાઓના મહેંદી લગાવવાને બિન ઈસ્લામિક કરાર દેતા પહેલા ફેબ્રુઆરીમાં પણ દેવબંદે એક ફતવો જાહેર કર્યો હતો, જેમાં મહિલાઓના અન્ય પુરુષો પાસેથી બંગળી પહેરવાને ઈસ્લામ વિરુદ્ધ અને પાપ ગણાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ જુલાઈમાં દેવબંદે શરીરના અંગોની વેક્સિંગને શરીયા વિરુદ્ધ ગણાવ્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.