કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં ૧ ટકાનો વધારો

દેશના ૫૦ લાખ કર્મીઓ અને ૬૧ લાખ પેન્શનધારકોને મળશે લાભ : ૧ જુલાઈ ૨૦૧૭થી ભથ્થા વધારો અમલી
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:03:07 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:03:07 +0530

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

કેન્દ્ર સરકારે આજે મળેલ કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧ ટકાનો વધારો કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. કર્મચારીઓ અને પેન્શનધારકોને આ વધારાનુ મોંઘવારી ભથ્થુ ચાલુ વર્ષે એક જુલાઈથી મળવાપાત્ર રહેશે. સરકારે જણાવ્યુ હતું કે, વધતી જતી મોંઘવારીના કારણે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક ટકા વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

આ વધારો બેઝિક પગાર કે પેન્શન પર મળતા ભથ્થા સિવાયનો રહેશે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને ચાર ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. ત્યારે મોંઘવારી ભથ્થામાં થયેલ આ વધારાનો લાભ દેશના ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારી અને ૬૧ લાખ પેન્શનધારકોને મળશે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ૨ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૧૭થી લાગુ થયો હતો. સરકાર વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરે છે.

મહત્વનુ છે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો થયા બાદ હવે તેમની નજર લઘુત્તમ વેતનને લઈને સરકાર દ્વારા કરવામાં આવનાર નિર્ણય પર છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ વેતન તરીકે ૧૮ હજાર રૂપિયા મળવાપાત્ર છે, જે વધારીને ૨૧ હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે આજે મળેલ કેબિનેટ બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.