મહંમદ શામી સામે હત્યાનો પ્રયાસ,ઘરેલું હિંસાની FIR દાખલ,ક્રિકેટરની મુશ્કેલી કેવી વધી,જાણો

મહંમદ શામી પર તેની પત્નિએ મર્ડરનો પ્રયાસ,રેપ અને ઘરેલું હિંસાની પોલિસ ફરિયાદ કરી
By: Monika Vyas   PUBLISHED: Sat, 10 Mar 2018 11:33:06 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 21:49:03 +0530

 

કોલકત્તા 

ટીમ ઇન્ડિયાના પેસ બોલર મહંમદ શામી પર તેની પત્નિએ આડા સંબંધોના સનસનીખેજ આરોપ લગાવ્યા પછી હવે તેને કાનુની કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મહંમદ શામીના પત્ની હસીન જહાંએ તેની પર મર્ડરનો પ્રયાસના આક્ષેપથી લઇને બળાત્કાર અને ડોમેસ્ટીક વાયોલન્સની પોલિસ ફરિયાદ કરી છે.પોલિસે મહંમદ શામી સહિત તેની માતા અંજુમન અરા બેગમ,બહેન સબિના અંજુમ,ભાઇ મોહંમદ હસીબ અને ભાભી શમા પરવીન સામે એફઆઇઆર દાખલ કરીને તેમને હાજર થવા માટે નોટિસ આપી છે.

કોલકત્તાના જોઇન્ટ કમિશનર પ્રવીણ ત્રિપાઠીએ કહ્યું કે અમે આ અંગે તપાસ શરૂ કરી છે.

 

હસીન જહાંની ફરિયાદના આધારે પોલિસ મહંમદ શામી અને તેના પરિવારજનોન ધરપકડ કરી શકે છે.

 હસીનાએ કહ્યું હતું કે મેં જ્યારથી પોલિસ ફરિયાદ કરી છે ત્યારથી શામીના અનેક સગાઓ મને ફોન કરી રહ્યાં છે.શામીએ મને કેટલો માનસિક ત્રાસ આપ્યો છે તે વિશે હું આ સગાઓને કહું છું પણ તેઓ કશું કરી શકતા નથી.ઉલટું તેઓ મને કહે છે કે એક સ્ત્રી તરીકે મારે સમજુતી કરી લેવી પડે.

 

હસીના જહાંએ ગત ડિસેમ્બરમાં પણ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે મહંમદ શામીએ તેને તેના ભાઇ સાથે એક રૂમમાં પુરી દીધી હતી.શામીના ભાઇએ તેની સાથે છેડછાડ પણ કરી હતી.

 

હસીના જહાંએ શામી પર કેવા આરોપો લગાવ્યા,વાંચો મોહંમદ શામી પર પત્નિએ લગાવ્યો આડા સંબંધોનો આરોપ,મહિલાઓ સાથેની વોટ્સ એપ ચેટ પણ કરી જાહેર
 હસીનાના ફરિયાદો પછી મહંમદ શામીએ કહ્યું હતું કે તે તેનું માનસિક સમતુલન ગુમાવી બેઠી છે.એ આવું કેમ કરી રહી છે તે મારી સમજ બહાર છે.અમે હજુ હમણાં જ હોળીનો ઉત્સવ ઉજવ્યો હતો અને હવે તે અચાનક આક્ષેપો કરી રહી છે.મને લાગે છે કે તે મારી કરિયર પર પાણી ફેરવવા બેઠી છે.

ઉલ્લેખનીય છે કે  હસીનાના આરોપ બાદ બીસીસીઆઇએ મહંમદ શામી સાથેનો કોન્ટ્રેક્ટ સ્થગિત કર્યો છે. 


આ પણ વાંચો,શમી સામે હત્યાના પ્રયત્નનો કેસ : IPL રમવા પર પ્રશ્ન

 


શમીએ મેચ ફિક્સિંગ કરી હતી : હસીન જહાં

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.