મુસ્લિમ મહિલાઓને ભરણ પોષણ માંગવાનો અધિકાર નથી

ભરણપોષણની જોગવાઈ હિન્દુ મેરેજ એક્ટમાં છે જેને મુસ્લિમો માટે લાગુ કરી શકાય નહીં : મધ્યપ્રદેશ હાઈકોર્ટ
By: admin   PUBLISHED: Wed, 11 Jul 2018 23:58:28 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 23:58:28 +0530

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપ્યો ચુકાદો

મધ્યપ્રદેશ હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યુ છે કે હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત પત્ની ભરણપોષણ માંગવાનો હક ધરાવે છે. પરંતુ મુસ્લિમ મેરેજ એક્ટ અંતર્ગત પત્નીને ભરણપોષણનો દાવો કરવાનો હક ત્યારે જ મળે છે જ્યારે કોઈ યોગ્ય કારણ વિના પતિએ તેને સાથે રાખવાનો ઈન્કાર કર્યો હોય. જસ્ટિસ વંદના કાસરેકરે આ ચુકાદો જાહેર કરતા નીચલી કોર્ટના આદેશને બદલ્યો છે.

નીચલી કોર્ટે એક મુસ્લિમ મહિલાની અપીલ પર હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૪ અંતર્ગત ભરણપોષણ ચુકવવા પતિને આદેશ આપ્યો હતો. કનિઝ હસને રેવા જિલ્લા કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. જેમાં તેણે પોતાના પતિ પાસે ભરણપોષણ માટે માંગ કરી હતી. કોર્ટમાં તેના પતિએ જણાવ્યુ હતું કે તેની પત્ની પોતાની મરજીથી અલગ રહે છે. જેથી તે ભરણપોષણ માટે લાયક બનતી નથી.

આ ઉપરાંત પતિએ એ પણ દાવો કર્યો હતો કે ભરણપોષણની જોગવાઈ હિન્દુ મેરેજ એક્ટમાં છે જે મુસ્લિમોને લાગુ ન પડે. જોકે તેમ છતાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમની તમામ દલીલો ફગાવીને દર મહિને ૨૫ હજાર રુપિયા ભરણપોષણ પેટે આપવા માટે આદેશ કર્યો હતો. જેથી મહિલાના પતિએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે અંગે સુનાવણી બાદ કોર્ટે જણાવ્યુ હતું કે, બન્ને પક્ષો મુસ્લિમ છે અને મુસ્લિમ લોમાં ભરણપોષણની કોઈ જોગવાઈ નથી. હિન્દુ મેરેજ એક્ટને મુસ્લિમો માટે લાગુ કરી શકે નહીં. જો મહિલા ભરણપોષણ મેળવવા ઇચ્છતી હોય તો તેને ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરીને એ પુરવાર કરવાનુ રહેશે કે પોતે પતિ સાથે રહેવા માંગતી હોવા છતા પતિએ બળજબરીથી તેને ઘરમાંથી કાઢી મુકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.