નોટબંધી-જીએસટીના લીધે દેશનો વિકાસદર ઘટ્યો, તેમજ વિકાસ દર ઘટતા બેરોજગારી પણ વધી છે : યશવંત સિંહા

નોટબંધી-જીએસટીથી દેશના અર્થતંત્રને શોક લાગ્યો : યશવંત સિંહા
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 22:05:07 +0530 | UPDATED: Thu, 16 Nov 2017 13:57:58 +0530

પુર્વ નાણામંત્રીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની ભાજપ સરકારને નોટબંધી જીએસટી મુદ્દે ઘેરનારા ભાજપના જ વરિષ્ઠ નેતા યશવંત સિંહા ૩ દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેના પ્રથમ દિવસે આજે અમદાવાદમાં વર્તમાન સમયે દેશના ડામાડોળ અર્થતંત્ર અંગે ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે  જણાવ્યુ હતુ કે મોદીજી કહે છે કે દેશમાં ૭૦ વર્ષ કંઈ થયુ જ નથી. તો હું તેમને પુછવા માંગુ છું કે શું વાજપાઈ સરકારમાં કંઈ થયુ ન હતુ.  મોદીનુ આ નિવેદન હીટલરશાહીનુ નિશાન છે.  જ્યારે આ દેશમાં રાજાશાહી હતી   ત્યારે પણ વિરોધીઓનુ સાંભળવામાં આવતુ હતુ. ત્યારે લોકશાહીનો તો મતલબ જ સહમતી થાય છે. જેમા વિપક્ષ અને લોકોની પણ સહમતી હોવી જોઈએ. સિંહાએ નોટબંધી અને જીએસટીના મુદ્દે તેમણે સરાકારને નિષ્ફળ ગણાવી હતી.

સિંહાએ ઉમેર્યુ હતુ કે જો જીએસટી એટલી જ સફળ હતી તો તેમાં પરિવર્તન કરવુ કેમ પડ્યુ? સિંહાએ જણાવ્યુ હતુ કે નોટબંધી અને જીએસટીના કારણે દેશનો વિકાસદર ઘટ્યો છે. તેમજ વિકાસ દર ઘટતા દેશમાં બેરોજગારી પણ વધી છે. યશવંત સિંહાએ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનું નામ લીધા વીના તેમના પર નિશાન સાધતા વિષ્ફળ નાણામંત્રી ગણાવ્યા હતા.

તેમણે પણ પડકાર ફેક્યો હતો કે સાચુ બોલવા બદલ મને પક્ષમાંથી બરતરફ કરવામાં આવે તો પણ મને પરવા નથી. પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાના લોકશાહી બચાવો અભિયાનના કાર્યક્રમમાં ભાગ લેવા યશવંત સિંહા ગુજરાતના પ્રવાશે આવ્યા છે. ક્યારે તેઓ આવતીકાલે રાજકોેટ ગુરૂવારે સુરતની મુલાકાત લેશે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.