હાર્દિક પેટલની સીડી પાછળ ભાજપનુ જ ષડયંત્ર : સિદ્ધાર્થ

કોંગ્રેસના કાર્યકરો દરેક મતદારના ઘરે જઈ ભાજપના જુઠ્ઠા વચનોને ખુલ્લા પાડશે : કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:44:30 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:44:30 +0530

  • સિદ્ધાર્થ પટેલે ડોર ટુ ડોર પ્રચાર શરુ કર્યો

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી પ્રચાર કરી રહ્યા છે. આજથી કોંગ્રેસ દ્વારા વાડી ખાતે આવેલ શનિદેર મંદિરના દર્શન કરીને ઘેર-ઘેર પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.  આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી નેતા સિદ્ધાર્થ પટેલે આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની સીડી બહાર પાડવામાં ભાજપનુ જ ષડયંત્ર છે. આવનારા દિવસોમાં ભાજપા આથી નિમ્ન કક્ષાની રાજનીતિ રમી શકે છે.  

કોગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસ દ્વારા આજે જવાહરલાલ નહેરુના જન્મદિનથી ઘેર-ઘેર પ્રચાર અભિયાનની શરુઆત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરો દરેક મતદારના ઘરે જઈ ભાજપના જુઠ્ઠા વચનોને ખુલ્લા પાડશે અને કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાતના વિકાસ માટે કયા કામ કરશે તેની માહિતી આપશે. 

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સમગ્ર ગુજરાતમાંથી જનસમર્થન મળી રહ્યુ છે. સાથે જ ગુજરાતની પ્રજાએ પણ કોંગ્રેસને સત્તા સોંપવાનુ મન બનાવી લીધુ છે. આ વખતે ગુજરાતની પ્રજા કોંગ્રેસને સમર્થન આપશે અને ભાજપને જાકારો આપશે તે નક્કી છે. ગુજરાતમાં કોંગ્રેસ જ્યાં જાય છે ત્યાં લોકોનુ અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યુ છે. મહત્વનુ છે કે, સોમવારના રોજ અશ્વિન પટેલ દ્વારા પાસ કન્વીનર હાર્દિક પટેલનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હતો. જેને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.