કોંગ્રેસ ચુંટણી સમિતિમાંથી સાગર રાયકાનુ રાજીનામુ

પક્ષમાંથી રાજીનામુ ન આપ્યુ હોવાની સાગર રાયકાની સ્પષ્ટતા : મનમાની રીતે નિમણૂંક કરવાનો આક્ષેપ
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:24:26 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:24:26 +0530

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પર લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યસભાના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના સિનીયર નેતા સાગર રાયકાએ આજે નવરચિત પ્રદેશ ઈલેક્શન કમિટી (પીઈસી)માંથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. સાગર રાયકાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સામે ગંભીર આરોપો મુક્યા છે.

મહેસાણાના વરિષ્ઠ નેતા સાગર રાયકા તમિલનાડુ, આંધ્ર, બિહાર, ઝારખંડ, બંગાળ સહિતના રાજ્યોમાં પક્ષના ઈન્ચાર્જ કે કો-ઈન્ચાર્જ રહી ચુક્યા છે. તેમણે ભરતસિંહ સોલંકી સામે ગંભીર પ્રકારના આરોપો મુક્યા છે અને કહ્યુ છે કે, કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોના રાજીનામા બાદ પણ પક્ષમાં ઓલ ઈઝ નોટ વેલ જેવી સ્થિતિ છે.

સાગર રાયકાએ જણાવ્યુ હતું કે, પીઈસીમાંથી મેં મારુ રાજીનામુ નથી આપ્યુ. તાજેતરમાં આ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં ભરતસિંહ પ્રમુખ છે. તેમણે જણાવ્યુ હતું કે, ભરતસિંહ સોલંકી પક્ષના અનેક નેતાઓ કરતા ઘણા જુનિયર છે અને તેઓ કોઈને ગણકાર્યા વિના મનસ્વી રીતે નિર્ણય લઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે મનસ્વી રીતે ઉપપ્રમુખો, સેક્રેટરીઓએ અને અન્યની એટલે કે ૭૦થી ૮૦ નિમણૂંક કરી છે. આટલુ જ નહીં મીડિયા રીપોર્ટમાં તેમના ચારિત્ર્ય વિશે પણ આક્ષેપો થયા છે જે અમને સ્વીકાર્ય નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.